
વરસાદને કારણે ખેતરોમાં જ મરચીનો પાક સડી ગયો : ખેડૂતોની સાથે પરપ્રાંતિય ખેત મજુરોએ પણ મજુરી કામમાં ભાગ રાખી મરચીનું વાવેતર કર્યું હતું તેઓને પણ રડવાનો વારો આવ્યો
ગોંડલ, : સમગ્ર ભારતમાં જેની મોટા પાયે માંગ રહે છે તે ગોંડલિયા મરચાના છોડને માવઠાના વરસાદનું પાણી લાગી જતાં પાક સડી ગયો છે જેના કારણે ખેડૂતોને કરોડો રૃપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ભાગીદારીમાં ખેતી કરતા શ્રમિકોને પણ નુકસાન ખમવું પડે તેવી સ્થિતિ છે.
તીખાશમાં ઉત્તમ ગણાતાં ગોંડલીયા મરચાએ ખેડૂતોને મોળા પાડી દીધા છે. કમોસમી વરસાદથી ગોંડલ તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
