હેઠળ વાંઢ વિસ્તારમાં લોકો સાથે તા.૪/૧૧/૨૦૨૫ ના રોજ બાળ લગ્ન જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં

આવકાર અને ઉદેશ્ય રામજીભાઈ દ્વારા કરવામાં આવ્યો અને સાથે સાથે જણાવ્યું કે બાળલગ્ન થી સમાજ ને જાગવું પડશે.બાળલગ્ન નાબુદી માટે લોકો એ પોતે પોતાનાથી પહેલ કરવી પડશે, દરેક સમાજ માં પહેલા બાળલગ્ન થતા હતા પણ હવે જાગ્યા ત્યાર થી સવાર સમજી ને બાળલગ્ન મુક્ત વાંઢ વિસ્તાર બનાવવામાં આવે તો જ સમાજ માં બદલાવ આવશે જે પહેલ આપણે બધાયે કરવી પડશે.
રામજીભાઈ : આરોગ્ય તાલુકા સુપરવાઈઝર દ્વારા બાળલગ્ન એ સમાજ અને પરિવાર ને દરેક રીતે નુકશાન કરે છે જેના લીધે આરોગ્ય વિભાગ ને પણ મુશ્કેલી ઓં પડે છે.
જે ઓછી ઉમરે સગર્ભા બને તો મમતાકાર્ડ તેમજ આરોગ્ય યોજના ઓથી વંચિત રહી જાય છે.નાની વયે માતા બનવાથી માતા અને બાળક ને જોખમ છે.સાથે સાથે આરોગ્ય સેવા અને યોજના ની વાત કરી હતી.
હાર્દિકભાઈ (RBSK) બાળલગ્ન જાગૃતિ કાર્યક્રમ ને ઉદેશ્ય ને વાત કરતાં જણાવ્યુ કે માતા તંદુરસ્ત ક્યારે કહેવાય જે પૂરી ઉમરે લગ્ન થયા પછી સગર્ભા બને.આરોગ્ય દ્વારા સગર્ભા માતા ને ચાર તપાસ,રસી અને ગોળીઓ આપીએ ત્યારે તંદુરસ્ત બને આ સાથે તેમને સરકાર દ્વારા બાળક ખોળ ખાંપણ વાળા જન્મે તો તેના માટે ગભરાવા ની જરુર નથી તેના માટે સદર્ભ કાર્ડ દ્વારા મફત સારવાર થઇ જાય છે.
મોનીકાબેન અને મધ્યાબેન -ICDSસુપરવાઈઝર દ્વારા એમને પણ આરોગ્ય અને પોષણ વિશે વાત કરતાં જણાવું છું કે બાળલગ્ન થી આ.વાડી ના લાભો મળતા નથી.જેમના પૂરી ઉમરે લગ્ન કરવાથી જ તેમજ આઈ.સી.ડી .એસ વિભાગ ની યોજના કાર્યક્રમો થી સભાન કર્યું હતું.
ધર્મેન્દ્રભાઈ દ્વારા વાત કરતાં જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો થી સમાજ માં અસર પડે.બાળલગ્ન થી સમાજ પાછળ રહે છે.તેનું એક કારણ સમાજ માં થતા બાળલગ્ન છે.પારકરા કોલી સમાજ માં બાળલગ્ન ની વાત કરી હતી જે સમુદાય માં જાગરૂકતા આવે.દીકરીને નાની ઉમરે લગ્ન ને બદલે શિક્ષણ આપવું જોઈએ જો શિક્ષણ સાથે મા-બાપ દીકરીઓને જોડશે અને પૂર્ણ શિક્ષણ તો બાળલગ્ન આપો આપ અટકશે.શિક્ષણ થકી સમાજ નો વિકાસ થશે.બાળલગ્ન થી દીકરીઓને જ ભોગવવું પડે છે.જે નાની વયે દીકરીઓના લગ્ન અટકે તો પડતી મુશ્કેલીઓ થી બચી શકે.જેમ કે નાની વયે દીકરી સગર્ભા બને તો બાળક કુપોષણ જન્મે છે.દીકરી માં સમજ નો અભાવ છે.આ બધી બાબતનું ધ્યાન રાખીને બાળલગ્ન ના થાય તો સારું.એ સુચન છે કે વાંઢ વિસ્તાર માં ધો.૧૦ પાસ દીકરી જ નથી તો દીકરીઓને શિક્ષણ આપો પૂરી ઉમરે લગ્ન થાય બાળલગ્ન મુક્ત દરેક સમાજ બને વંચિત પરિવારો મુખ્ય હરોળ માં સામેલ થઇ શકે.
પાંચાભાઈ – જીલારવાંઢ ના આગેવાન દ્વારા ગ્રામ સ્વરાજ સંઘ-નીલપર અને કાર્યકરો નો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે,સમાજ ને આગળ લાવવા માટે સમાજ દ્વારા પ્રયત્નો કરવા પડશે.દીકરા-દીકરી ને ભણાવી ગણાવી મજબુત બનાવવા જેમ વ્યક્ત કર્યું હતું.
ઉમેદભાઈ- ખારસરવાંઢ માંથી વાંઢ ની પ્રગતિ શિક્ષણ થકી છે.બાળલગ્ન થી નહી તેમજ વ્યસન મુકત બને તેવી વાત કરી હતી.ખારસર વાંઢ નું ઉદાહરણ આપી સમજ આપી હતી.
આજના કાર્યક્રમ માં આરોગ્ય વિભાગ માંથી રામજીભાઈ- આરોગ્ય તાલુકા સુપરવાઈઝર,હાર્દિકભાઈ ,કેતનભાઈ પ્રજાપતિ (ડૉ.RBSK) આઈ.સી.ડી.એસ વિભાગ માંથી મોનીકાબેન અને સંધ્યાબેન આ.વાડી સુપરવાઈઝર ધનીબેન આશાવર્કર સહભાગી રહ્યા હતા.
આજના કાર્યક્રમ ને સફળ બનાવવા વાંઢ વિસ્તારમાંથી બહોળી સંખ્યા માં મહિલા-ભાઈઓ આગેવાનો તેમજ તાલુકા લેવલ વાંઢ વિસ્તાર ની સમિતિ ના સભ્યો તેમજ ગ્રામ સ્વરાજ સંઘ -નીલપર દ્વારા આરોગ્ય અને પોષણ ટીમ માંથી હંસાબેન,જાગૃતિબેન,મનીષાબેન,ભગુભાઈ,રાજુભાઈ અને રામજીભાઈ દ્વારા સફળ બનાવવા જહમત ઉઠાવી હતી. ભગુભાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
The Gujarat Live News રિપોર્ટ રામજીભાઈ રાજપૂત રાપર કચ્છ
