તા.૨૧/૧૧/૨૦૨૫ ના રોજ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પાટણ તથા પુરવઠા નિરિક્ષકશ્રીઓની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરતા હારીજમાં આવેલ રોનક કિરાણા સ્ટોર્સ, હારીજમાં ઘઉં ૬૫.૦૦૦ કી.ગ્રા., ચોખા ૧૮૩.૦૦૦ કિ.ગ્રા. તથા ચણા ૮૧.૦૦૦ કિ.ગ્રા. મળી કુલ રકમ રૂ.૧૨, ૪૩૧/-નો જથ્થો શંકાસ્પદ હોવાનું જણાઈ આવેલ. સદર જથ્થા બાબતે દુકાન માલિકને પૂછતાં જણાવેલ કે, સદરહું જથ્થો લોકો છૂટક વેચાણ કરવા આવે છે. તેમજ સદર જથ્થા અંગે દુકાન માલિકે કોઈ બિલ કે પુરાવા રજુ કરેલ નથી. જેથી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પાટણ તથા પુરવઠા નિરિક્ષકશ્રીઓ દ્વારા ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓના (વેપારીઓના નિયમન કરવા બાબતના) હુકમ-૧૯૭૭ ની કંડિકા-૧૧ મુજબ શંકાસ્પદ અનાજનો જથ્થો સીઝ કરવામાં આવેલ હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પાટણની અખબારયાદીમાં જણાવાયું છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!