ગાંધીનગર કરાઈ પોલીસ એકેડમીમાં આજે “DGP’S Commendation Disc 2024” અલંકરણ સમારોહ યોજાયો હતો. જેમાં DGP વિકાસ સહાયે હાજરી આપી હતી. જોકે, મહત્વનું છે કે, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસ કર્મચારીઓને લઈને કરેલા એક નિવેદન બાદ ભારે વિવાદ છેડાયો છે, ત્યારે આ વિવાદની વચ્ચે આજે DGP વિકાસ સહાયે આ કાર્યક્રમમાં પોલીસ કર્મચારી અને અધિકારીઓનો સંબોધન દરમિયાન જિગ્નેશ મેવાણીનું નામ લીધા વગર જવાબ આપ્યો હતો. DGPએ કહ્યું હતું કે, આપણી પાસે મોટી સંખ્યામાં કામ કરતા કર્મચારીઓ છે. તેમનું મનોબળ તોડવાનો કોઈ વ્યક્તિ કે સંસ્થા પ્રયાસ કરે તો લીડર તરીકે તમારે ટોલરેટ કરવાનું નથી. આપણે વટથી, ભય વગર અને આત્મસન્માન સાથે કામ કરીએ. કર્મચારી કે અધિકારીઓથી નાની મોટી ભૂલ થતી હશે. જો ભૂલ થાય તો તેમને સજા આપવા માટે ડિપાર્ટમેન્ટ છે, પણ ડિપાર્ટમેન્ટ બહારનો કોઈ વ્યક્તિ મારા અધિકારી કે કર્મચારીને કહી જાય તો એ ટોલરેટ કરવાની જરૂર નથી. ગાંધીનગરમાં છઠ્ઠા સન્માન સમારોહનું આયોજન કરાયું
ગુજરાત પોલીસની કર્તવ્યનિષ્ઠા, શૌર્ય અને સમર્પણની ભાવનાને બિરદાવવા માટે ગુજરાત પોલીસની ગાંધીનગર કરાઈ એકેડમી ખાતે રાજ્યના પોલીસવડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં “DGP’S Commendation Disc 2024” અલંકરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2019થી શરૂ થયેલા આ સન્માન સમારોહનું આ છઠ્ઠું આયોજન હતું. આજના સમારોહમાં રાજ્યના પોલીસ વડાના હસ્તે 110 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને વિશિષ્ટ સિદ્ધિ બદલ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. જેમાં ગુજરાત પોલીસ પરિવારના સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ‘ખૂબ મોટી સંખ્યામાં માનવબળ આપણી પાસે છે’
આ દરમિયાન સમારોહના મંચ પરથી DGP વિકાસ સહાયે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસના દરેક અધિકારી-કર્મચારી એક વટથી, આત્મસન્માનથી કામ કરે. કોઈપણ ભય કે ડર વગર કામ કરે એ ખૂબ જરૂરી છે અને દરેક એકમના જે કોઈ અધિકારીઓ લીડરશીપ રોલમાં છે એમની જવાબદારી બની જાય છે કે, તમે તમારા સબોર્ડિનેટ્સમાં આ મેસેજ પહોંચાડવો. જ્યારે ખૂબ મોટી સંખ્યામાં માનવબળ આપણી પાસે છે અને આપણી પાસે કામગીરી કરી રહ્યા છે. ‘અધિકારી કે કર્મચારી ભૂલ કરે તો સજા આપવા અમે છીએ’
આપણે કામગીરી કરીએ. વટથી કરીએ. આત્મસન્માનથી કરીએ. ભય વગર કરીએ. ભયમુક્ત બનીએ. નાની મોટી ભૂલો થતી હશે અને જે ભૂલ કોઈ વ્યક્તિ કે કોઈ અધિકારી કે કોઈ કર્મચારી કરે તો એને સજા આપવા અમે લોકો બેઠા છીએ. ડિપાર્ટમેન્ટના લોકો છે. પરંતુ ડિપાર્ટમેન્ટ બહારના કોઈ વ્યક્તિ મારા અધિકારી કે કર્મચારીને કહી જાય, તમારા અધિકારી કે કર્મચારીને કંઈ કહી જાય તો તે ટોલરેટ કરવાની જરૂર નથી. ‘You are the leader of the force and it is your responsibility.’ ‘પોલીસ ફોર્સનું મનોબળ ટકેલું જ હોવું જોઇએ’
DGPના નિવેદન બાદ જિગ્નેશ મેવાણીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, મિસ્ટર સહાય તમારૂં સૂચન સારૂં છે. પોલીસ ફોર્સનું મનોબળ ટકેલું જ હોવું જોઇએ. રાજ્ય માટે એ પોલીસકર્મીઓ કોન્સ્ટેબલથી લઈને સિનિયર મોસ્ટ DG રેન્કના અધિકારીઓ જે રાષ્ટ્ર માટે અને દેશ માટે સેવા આપતા હોય, એમની કામગીરી, એમની નિષ્ઠાને હું એપ્રિસિએટ અને સેલ્યુટ કરું છું. હું વંદન કરું છું. અધિકારીઓ અનેક પ્રકારના કડદા અને હપ્તાખોરીમાંથી કમાય છે
એ એટલા માટે સાંભળી લેવું પડે છે. કારણ કે, લગભગ 33 એ 33 જિલ્લાના એસપી અને મોટાભાગના IPS અધિકારીઓ આજે પણ આ ગુજરાતમાં દારૂ, જુગાર, ડ્રગ્સ, લેન્ડ ડીલ્સ, માઇનિંગમાંથી અનેક પ્રકારના કડદા અને હપ્તાખોરીમાંથી કમાતા હોય છે. એટલે પહેલાં તેમના ઝમીર પેદા થાય એવું કરો. ‘ખમીર પેદા થયા તો મારું કે કોઈપણનું નહીં સાંભળે’
ઝમીર પેદા થયું અને નોન કરપ્ટ હશેને તો ખમીર આપોઆપ પેદા થઈ જશે. ખમીર પેદા થયા તો મારું કે કોઈપણનું નહીં સાંભળે. મને પણ જવાબ આપી દેશે. આજની તારીખે એવી ઓકાત કે હેસિયત એટલા માટે નથી કે સ્પાઇનસ છે, કરપ્ટ છે અને પોતાનું ઇમાન વેચીને બેઠા છે. સાહેબ તમે પણ જાણતા હશો. આ પણ વાંચો: જિજ્ઞેશ મેવાણીના પ્રહાર બાદ પોલીસ પરિવારનો બાટલો ફાટ્યો 22 નવેમ્બર: જિગ્નેશ મેવાણીના આ નિવેદનથી વિવાદ શરૂ થયો શું છે સમગ્ર મામલો?
કોંગ્રેસે ગત 22 નવેમ્બરથી વાવ-થરાદ જિલ્લાના ઢીમા ગામથી જનઆક્રોશ રેલીની શરૂઆત કરી છે. આ દરમિયાન થરાદના શિવનગર ખાતે દારૂના દૂષણને લઇ જિગ્નેશ મેવાણી લોકો સાથે થરાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને થરાદ એસ.પી. સહિતના પોલીસ સ્ટાફને પોલીસના પટ્ટા ઉતારી દેવાની વાત કરી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે, બધા પોલીસવાળા ધ્યાન રાખી લેજો. પટ્ટા તમારા છે, તમારા ઉતરશે મારા નહીં. આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે. હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી નાંખીશ. તમે કહો તો 24 કલાકમાં વર્તમાન અને ભૂતકાળના તમામ વહીવટદારોનાં નામ સાથેનું લિસ્ટ આપીશ. આ પણ વાંચો: ‘અહિં પાણી નથી મળતું પણ દારૂ જોઈએ એટલો મળે’: અમિત ચાવડા આ પણ વાંચો: જીગ્નેશ મેવાણીના નિવેદનથી આક્રોશ:કડીમાં આવેદનપત્ર અપાયું

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!