મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ગામની કન્યા શાળાના મુખ્ય શિક્ષક અને BLO તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય દિનેશ રાવળનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. નેટ કનેક્ટિવિટીની સમસ્યાને કારણે તેઓ દિવસે કામગીરી કરી શકતા નહોતા, જેથી રાત્રે લગભગ 2 વાગ્યે જાગીને SIRની કામગીરી કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)માટે BLOની કામગીરી કરી રહેલા પાંચ કર્મચારીનાં 10 દિવસમાં મોત થયાં છે, જેમાં કોડીનારના શિક્ષક અરવિંદ વાઢેરે કામના દબાણથી ત્રસ્ત થઈને આત્મહત્યા કરી હતી. તો તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સહાયક બીએલઓ તરીકે કામ કરતાં શિક્ષિકા કલ્પનાબેન પટેલનું હૃદયરોગના હુમલા બાદ મૃત્યું થયું હતું. તો ખેડા જિલ્લાના કપડવંજના શિક્ષક રમેશ પરમાર અને વડોદરાના શિક્ષિકા ઉષાબેન સોલંકીનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. રાત્રે કામગીરી દરમિયાન છાતીમાં દુખાવો ઊપડ્યો હતો
મૃતક દિનેશ રાવળને રાત્રે કામગીરી દરમિયાન છાતીમાં તીવ્ર દુખાવો ઊપડ્યો હતો. તાત્કાલિક તેમને સારવાર અર્થે વડનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ માર્ગમાં જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. જેને કારણે સુદાસણા ગામની શાળા તેમજ સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. મૃતક સુદાસણા પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય હતા
સુદાસણા પગાર કેન્દ્ર આચાર્ય ગોવિંદસિંહ બારડે જણાવ્યું કે જે મૃતક છે તેઓ સુદાસણા પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય છે. દિનેશકુમાર મેલાભાઈ રાવળ સુદાસણા પ્રાથમિક કન્યા શાળામાં 17 જાન્યુઆરી 2001થી સર્વિસ કરતા હતા. BLO તરીકેનું કામ તેમના સુદાસણાના ભાગ નંબર 3માં બૂથ નંબર 38ની અંદર હતું અને અત્યારે SIRની કામગીરી ચાલી રહી છે એ કામ એ કરતા હતા. સારવાર માટે વડનગર લાવ્યા હતા
વધુમાં તેમણે જણાવ્યું કે પરિવારના કહેવા મુજબ ગઈકાલે રાત્રે પણ દિનેશભાઈ લગભગ 2 વાગ્યાની આસપાસ ઊઠીને ફોર્મને અપલોડ કરવાનું કામ કરતા હતા. આ કામ દરમિયાન એમને છાતીમાં દુખાવો ઊપડ્યો. પરિવારજનોને જાણ થતાં તેમના મિત્રોને બોલાવ્યા. ગામમાં દવાખાને લઈ ગયા પરંતુ ત્યાં સારવાર મળી નહીં ડૉક્ટર ઉપલબ્ધ નહોતા. એટલે એ લોકો વડનગર સિવિલમાં લાવ્યા. સિવિલમાં ડૉક્ટરે એમને મૃત જાહેર કર્યા છે. દિનેશભાઈએ SIRની કામગીરી લગભગ 70% પૂરી કરી હતી
દિનેશભાઈએ SIRની કામગીરી લગભગ 70% જેટલી પૂરી કરી હતી અને કામ પણ એમનું સારું હતું. શિક્ષકોમાં સ્ટ્રેસ એ વાતનો હતો કે ટૂંકાગાળાની અંદર જે એમને આપેલું હતું એ ગોલ એમને પૂરો કરવાનો હતો. અને એમાં ખાસ કરીને જે સર્વર છે એ બરાબર કામ કરતું નથી. એટલે ફોર્મ તો એકત્રિત કર્યા હોય એમાં માહિતી ભરવાની હોય, પરંતુ એ જ્યારે અપલોડ કરવાના હોય ત્યારે સર્વર બરાબર કામ ન કરતું હોય, કામગીરી પૂરી કરવાની હોય, એટલે એમને માનસિક દબાણ થોડું રહેતું હોય. એ રાત્રે કામગીરી કરતા હતા તે દરમિયાન આ બનાવ બન્યો છે તેવું હું કહેવા માંગું છું. રાજ્યમાં 10 દિવસમાં 5 BLO કર્મચારીના મોત
SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)માટે BLOની કામગીરી કરી રહેલા પાંચ કર્મચારીનાં 10 દિવસમાં મોત થયાં છે, જેમાં કોડીનારના શિક્ષક અરવિંદ વાઢેરે કામના દબાણથી ત્રસ્ત થઈને આત્મહત્યા કરી હતી. તો તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સહાયક BLO તરીકે કામ કરતાં શિક્ષિકા કલ્પનાબેન પટેલનું હૃદયરોગના હુમલા બાદ મૃત્યું થયું હતું. તો ખેડા જિલ્લાના કપડવંજના શિક્ષક રમેશ પરમાર અને વડોદરાના શિક્ષિકા ઉષાબેન સોલંકીનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. 22 નવેમ્બર: વડોદરામાં SIRની કામગીરી દરમિયાન શિક્ષકા ઉષાબેન સોલંકીનું મૃત્યુ 22 નવેમ્બર શનિવારના રોજ વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં BLO સહાયક તરીકેની કામગીરી કરતાં ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી (ઉં.વ. 50)નું ફરજ દરમિયાન કરુણ મોત નિપજ્યું હતું. BLO સહાયક કામગીરી દરમિયાન તેઓ અચાનક ઢળી પડ્યાં હતાં. ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડાતાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતાં. વાંચો સંપૂર્ણ સમાચાર 21 નવેમ્બર: SIR કામગીરીના દબાણથી કોડીનારના BLO શિક્ષકે ફાંસો ખાધો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેર (ઉંમર 40)એ 21 નવેમ્બરની સવારે આત્મહત્યા કરી લીધી હતી. તેમણે પોતાના વતન દેવળી ખાતે માનસિક તણાવ અને ઉપલી કચેરીનાં કામના દબાણના લીધે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 20 નવેમ્બર: BLO સહાયકની ફરજ બજાવીને ઘરે આવેલા શિક્ષિકા કલ્પનાબેન પટેલને હાર્ટ એટેક આવ્યો
તાપી જિલ્લાના વાલોડ તાલુકાની બેલધા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા કલ્પનાબેન પટેલ (ઉં. 56)ને BLO સહાયક તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ગુરુવારે પોતાની ફરજ બજાવીને પાંચ વાગ્યા બાદ તેઓ ઘરે ગયા હતા. રાત્રિ દરમિયાન કલ્પનાબેનની તબિયત અચાનક લથડતા તેમને સારવાર માટે બારડોલી ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કર્યા હતા. 19 નવેમ્બર: કપડવંજમાં SIRની કામગીરીના દબાણ વચ્ચે શિક્ષકનું હાર્ટ-એટેકથી મોત
જાંબુડી ગામમાં રહેતા અને નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને BLO તરીકે ફરજ બજાવતા રમેશભાઈ રતીલાલ પરમાર (ઉ.વ.50) મંગળવારે(18 નવેમ્બર) મોડી રાત સુધી મતદાર યાદી સુધારણાની કામગીરી કર્યા બાદ રાત્રે સૂતા પછી સવારે ઉઠ્યા જ ન હતા. પરિવારજનો તેમને તુરંત જ ખાનગી કારમાં બાયડની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયાનું જણાવ્યું હતું. (સંપૂર્ણ અહેવાલ વાંચો) આ પણ વાંચો: SIRની કામગીરીમાં હાજર ન થતા શિક્ષકો સામે ધરપકડ વોરંટ: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની CMને ઉગ્ર રજૂઆત, શિક્ષણના ભોગે કરાવાતી BLOની કામગીરીમાંથી મુક્તિ આપવા માગ ‘મોડીરાત સુધી મહેનત કરવા છતાં, અધિકારીઓ ત્રાસ આપે’ પંચમહાલ જિલ્લાના ગોધરામાં SIR અંતર્ગત સોંપવામાં આવેલી કામગીરીના અસહ્ય ભારણ અને અધિકારીઓના કથિત ત્રાસને લઈને ગોધરાના પ્રાથમિક શિક્ષક વિનુભાઈ બામણીયાએ આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરતાં શિક્ષણ જગત અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર આ પણ વાંચો: દાહોદમાં ચક્કર આવતાં BLO ઢળી પડ્યા: હોસ્પિટલમાં સારવાર ચાલુ, પુત્રએ કહ્યું ‘4–5 દિવસથી સતત કામગીરી અને અધિકારીઓના દબાણથી તબિયત બગડી’ પાદરામાં BLOની તબિયત લથડી: ચૂંટણી કામગીરી દરમિયાન છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલ ખસેડાયા
21 નવેમ્બરે પાદરામાં ચૂંટણી સંબંધિત SIR કામગીરી કરી રહેલા એક BLOની તબિયત લથડી હતી. ભોજ પી.આર. પટેલ હાઈસ્કૂલના શિક્ષક ઝુલ્ફીકાર પઠાણને મોડી સાંજે છાતીમાં દુખાવો અને બેચેની થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.(વાંચો સંપૂર્ણ સમાચાર) BLOને પડી રહેલી મુશ્કેલીઓ આ પણ વાંચો: ‘BLOની કામગીરી શિક્ષકોની ફરજ છે, એ એમને કરવું જ પડશે’:‘ધીમી ગતિએ કામ ચાલે છે, 7 ફેબ્રુઆરી સુધીમાં મતદાર યાદી બહાર પાડવાની છે, ઝડપી કામ કરવું પડશે’ મંત્રી ઈશ્વરસિંહ પટેલ
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!