રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા ભારે તણાવ અને ગડબડચાળે ઘેરાઈ ગઈ હતી.
લાંબા સમયથી લટકતા શહેરના પ્રશ્નોનો કોઈ અસરકારક ઉકેલ ન આવતાં નાગરિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
![]()
![]()
![]()
![]()
સભા દરમિયાન પણ આ અસંતોષની ગુંજ સ્પષ્ટતાથી સાંભળાઈ હતી.
સભામાં સફાઈ વિભાગના કામદારોે એ ગંભીર આક્ષેપો કરી જણાવ્યું કે નગરપાલિકા ખોટી ભરતી કરે છે અને કર્મચારીઓને તેમના પદને અનુલક્ષીને જવાબદારી ન આપતાં તેમને અન્ય કામ કરવા મજબૂર કરવામાં આવે છે.
આ મુદ્દો સભામાં ખાસ્સો ગરમાયો અને પ્રશાસનની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભાં થયા.
સભાની પારદર્શિતાને લઈને પણ વિવાદ સર્જાયો. સામાન્ય સભા માત્ર 10 મિનિટમાં પૂર્ણ કરી દેવામાં આવતાં વિપક્ષ સહિત ઉપસ્થિત લોકોએ કડક વાંધો ઉઠાવ્યો હતો.
મહત્વના ત્રિમાસિક હિસાબો રજૂ ન કરવાના પણ ગંભીર આરોપો સામે આવ્યા છે.
વિપક્ષ નગરસેવિકા જયા ઠાકોરે આક્ષેપ લગાવ્યો કે નગરપાલિકા પ્રશાસન બહુમતીના બળનો દુરુપયોગ કરે છે અને પ્રજાહિતના મુદ્દાઓ રજૂ કરવા વિપક્ષને પૂરતો સમય આપવામાં આવતો નથી.
તેઓએ જણાવ્યું કે બંધારણીય હક્કોને અવગણતી આ રીત લોકશાહી માટે ચીંતાજનક છે.
જયા ઠાકોરે નગરપાલિકાની કાર્યશૈલીમાં પારદર્શિતા લાવવામાં આવે, વિકાસ સંબંધિત મુદ્દાઓને ગંભીરતાથી ઉકેલવામાં આવે અને વિપક્ષને અવાજ ઉઠાવવાની પૂરતી તક આપી નિયમિત રીતે સભાઓ બોલાવવામાં આવે તે માટે કડક માંગ કરી છે.
શહેરના નાગરિકોએ પણ ચાલી રહેલી અસ્તવ્યસ્ત વ્યવસ્થાથી અસંતોષ વ્યક્ત કર્યો છે અને તંત્ર શહેરના હિતોને પ્રથમ પ્રાથમિકતા આપશે એવી આશા વ્યક્ત કરી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

