સુભાષબ્રિજની સ્થિતિ બહારથી સારી છે, પરંતુ કેન્ટીલીવરની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનો સ્પષ્ટ અભિપ્રાય કન્સલ્ટન્ટ પંકજ એમ. પટેલ દ્વારા 5 મહિના પહેલાં જ અપાયો હતો. જોકે તે સમયે મ્યુનિ. એ ચુપકીદી સેવી હતી તેમ જ આ બ્રિજની હાલત ખરાબ હોવાનો અહેવાલ છતાં તેને રિપેર કરવા કોઈ ઉતાવળ કરી ન હતી. કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે, બ્રિજની સામાન્ય સ્થિતિ સારી છે. જોકે કેન્ટીલીવરની હાલત ખરેખર ખરાબ છે. આ બ્રિજમાં બંને બાજુ સ્ટ્રક્ચર બહાર નીકળેલું બેલેન્સ્ડ છે, બોક્સ વચ્ચે પણ ઘણાં ચામાચીડિયાં હોવાને કારણે ત્યાં તપાસ થઈ શકી નથી, જેથી બોક્સની તપાસ થઈ શકી નથી. બીજી તરફ મ્યુનિ. દ્વારા આ બ્રિજને હવે 25 ડિસેમ્બર સુધી જાહેર નાગરિકોના પરિવહન માટે બંધ કરાયો છે. જોકે એવું લાગે છે કે, બ્રિજને તોડી નવેસરથી બનાવવાની સંભાવના પ્રબળ બની છે. નવો બ્રિજ કેમ બનાવવો જોઈએ, આ છે કારણો બ્રિજ પર શું રિપેરિંગ ચાલે છે તે પણ સ્પષ્ટ કરાયું નહિ
આ બ્રિજના રિપોર્ટમાં એવા રિમાર્ક્સ કરવામાં આવ્યા છ ેકે, આ બ્રિજને રિપેર કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. તો બ્રિજ પર કયા પ્રકારનું રિપેરિંગ કરવામાં આવ્યું એ સ્પષ્ટ થઈ શક્યું નથી. જો રિપેરિંગ કામગીરી કરાઈ હોય તો પછી બ્રિજના કેન્ટીલીવરની કામગીરીમાં કેમ કોઇ રિપેરિંગ ન કરાયું તે બાબતે પણ કોઇ સ્પષ્ટતા કરાઇ નથી.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!