દાહોદ બદલી થઈને એક ફોરેસ્ટ અધિકારીને જુનાગઢમાં પોસ્ટિંગ આપવામાં આવે છે. ત્યાર બાદ તે ચાર્જ સંભાળે છે, પરંતુ અચાનક જ એક દિવસ તેને ખૂબસૂરત વનકર્મી યુવતી મળે છે અને એક બીજા સાથે વાત થાય છે. ધીમે ધીમે આ પરિચય મિત્રતામાં પરિણમે છે અને મિત્રતા બાદ બન્ને એકબીજાને મનોમન ચાહવા લાગે છે. તેમજ સાથે જીવવા અને રહેવાના સપના જોવા લાગે છે. બન્નેના આ પ્રેમ સંબંધોને 4 વર્ષ જેટલો સમય થઈ જાય છે. પરંતુ ફોરેસ્ટ અધિકારી પરણિત તથા બે સંતાનનો પિતા હોવાથી પરિવાર તેને કાંટારૂપ લાગવા લાગે છે. આ કાંટો કાઢવાની આગલી રાત્રે ફોરેસ્ટ અધિકારી પ્રેમિકાને ફોન કરી કહે છે કે, હું કોઈ પણ સંજોગોમાં કોઈ પણ કામ કરૂં, તો તું મને અપનાવીશ કે નહીં. ત્યાર બાદ તેણે વિદેશ જવાના પ્લાનિંગ સાથે બન્નેના પાસપોર્ટ પણ તૈયાર કરાવી લીધા હતા. ફોરેસ્ટ અધિકારીના આ પ્લાન આડે હજુ સુરતમાં રહેતા તેના પત્ની, પુત્ર અને પુત્રી અડચણરૂપ હતા. આ દરમિયાન દિવાળી વેકેશનમાં પરિવાર સુરતથી ભાવનગર આવે છે અને ફોરેસ્ટ અધિકારી એક ષડ્યંત્ર રચે છે. જેને 5 નવેમ્બરના રોજ અંજામ આપે છે. આપણે વાત કરી રહ્યા છીએ, પત્ની, પુત્ર અને પુત્રીને મોતને ઘાટ ઉતારનારા ભાવનગરના ACF શૈલેષ ખાંભલાની. આ હત્યા કેસમાં હવે નવો ઘટસ્ફોટ થયો છે. ગત 5 નવેમ્બરે રોજ ભાવનગરમાં આવેલા કાચના તળાવ સામે આવેલી ફોરેસ્ટ કોલોની પાસે ACF(આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) શૈલેષ ખાંભલાએ પત્ની, પુત્ર અને પુત્રીની તકીયાથી મોં દબાવી હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ ત્રણેયને ઘરથી 20 ફૂટ દૂર જ દાટી દીધા હતા. જો કે આ સમગ્ર મામલો 16 નવેમ્બરના રોજ સામે આવ્યો હતો. શૈલેષે નાર્કો માટે ના પાડી, આજે કોર્ટમાં રજૂ કરાશે
ભાવનગર શહેરની ભરતનગર પોલીસે 6 ડિસેમ્બરના રોજ શૈલેષ ખાંભલાને નાર્કો એનેલેસિસ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે નાર્કોની માંગણી કરી હતી, ત્યારે શૈલેષ ખાંભલાએ નાર્કો કરવા અંગે ના પાડી હતી. જેના પર વિચારણા કરવા માટે કોર્ટે 3 દિવસની મુદ્દત આપી હતી અને આજે (10 ડિસેમ્બર) ફરી શૈલેષ ખાંભલાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ અંગે સીટી DYSP આર.આર.સિંઘાલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાવનગરમાં કાચના મંદિર સામે આવેલી ફોરેસ્ટ કોલોનીનો આ બનાવ છે. શૈલેષ ખાંભલાએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં 7 નવેમ્બરે ગુમ થયાની અરજી કરી હતી. જેની વિગત એવી હતી કે તેની પત્ની, તેની પુત્રી અને પુત્ર ગુમ છે. ‘CDRમાં શૈલેષના સરકારી ક્વાર્ટરનો ખુલાસો થયો’
‘ગુમની ફરીયાદ દાખલ કર્યા બાદ એસપીની સીધી દેખરેખ હેઠળ એક ટીમની રચના કરવામાં આવી હતી. એ ટીમને તેના અંગત બાતમીદારો અને CDR એનાલિસિસથી જાણવા મળ્યું કે શૈલેષ ખાંભલાનું સરકારી ક્વાર્ટર છે, તેના આગળના ભાગે ખાડો ખોદીને પુરી પણ દેવામાં આવ્યો છે. આ ઇનપુટ મળતા પોલીસ તેની વેરિફિકેશન માટે પર્સનલી ત્યાં સ્ટાફને ડિપ્લોય કરીને ચેકિંગ કરતા ત્યાં ખાડો કરેલો હતો. જેથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, સરકારી પંચો, વિડિયોગ્રાફી, ડોગ સ્ક્વોડ, FSL અધિકારીને સાથે રાખીને ખોદકામ કરતા નયનાબેન તથા પૃથા અને ભવ્યના મૃતદેહ મળ્યા હતા.’ ‘જૂનાગઢમાં નોકરી દરમિયાન વનકર્મી યુવતીના પરિચયમાં આવ્યો’
‘આ ત્રણેયની હત્યા શૈલેષ ખાંભલા દ્વારા કરવામાં આવી હોવાની હકીકત સામે આવી હતી. જેના અનુસંધાને તેના વિરુદ્ધ ખૂટતા પુરાવા લેવામાં આવ્યા છે અને વિસ્તૃત પુરાવા લેવા અનુસંધાને એવી હકીકત જાણવા મળી કે શૈલેષભાઈ અગાઉ જૂનાગઢ ડિસ્ટ્રીકટ એરિયામાં સર્વિસ કરતા હતા.આ દરમિયાન ત્યાંની કોઈ વનકર્મી યુવતી સાથે પરિચય થયેલો અને તેની સાથે અવાર-નવાર વાતચીત કરતા.’ ‘હત્યા કરી એ દિવસોમાં પ્રેમિકાના સતત સંપર્કમાં હતો’
‘તેમજ પરિવારની હત્યા કરી એ દિવસો દરમિયાન તેની સાથે સતત કોન્ટેક્ટમાં હોવાનું જાણવા મળતા આ વનકર્મીની ભાવનગર ખાતે પૂછપરછ કરી હતી. તેમાં એવી હકીકત બહાર આવેલી કે બન્ને એકબીજાને ચાહતા હોવાની વિગત ખુલી હતી. જેથી.યુવતીની ત્રણ વખત પૂછપરછ કરતા આ દરમિયાન તેણે કબૂલ્યું કે હત્યા કરવાના આગલા દિવસની રાતે શૈલેષ ખાંભલા સાથે વાત કરતા શૈલેષ ખાંભલાએ કહ્યું હતું કે, “હું કોઈ પણ સંજોગોમાં કોઈ પણ કામ કરૂં, તમે મને અપનાવશો કે નહીં.” ત્યાર બાદમાં બન્નેના પાસપોર્ટ પણ તૈયાર કરાવ્યા હતા અને ફોરેન નાસી જવાની પણ વિગત હતી. તેના માટે પણ ડોક્યુમેન્ટ્સ કરવામાં આવેલા છે. આરોપીના જુદા જુદાં પુરાવા મેળવવા માટે સીડીઆર એનાલાઇઝિંગ કરવામાં આવ્યા છે. તપાસ માટે મોબાઈલ કબ્જે કરવામાં આવ્યો છે. આ મોબાઈલને એફએસએલ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યો છે.’ ‘સજ્જડ પુરાવા મેળવવાની કામગીરી ચાલુ’
‘તેમજ આરોપી શૈલેષ ખાંભલાને 6 ડિસેમ્બરના રોજ નાર્કો એનાલિસિસ કરાવવા માટે નામદાર કોર્ટમાં રજૂ કરી તેની પ્રિ-પ્રોસેસ કરવામાં આવેલી છે. ઓવરઓલ આ તપાસની અંદર પોલીસને હજુ પણ ઘણા પુરાવા મેળવવાની કામગીરી હાલ ચાલુ છે. તેમજ આ કેસ નામદાર કોર્ટમાં સારી રીતે ચાલે તે માટે એક સ્પેશિયલ પી.પી.ની નિમણૂકની પ્રપોઝલ પણ કરવામાં આવી છે. એસપીની સીધી દેખરેખ હેઠળ આ તપાસ ચાલી રહી છે. અને આ આરોપી વિરુદ્ધ સજ્જડ પુરાવા મેળવવાની કામગીરી ચાલુ છે.’ ‘સજ્જડ પૂરાવા મેળવી 90 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવશે’
આ ઘટનામાં પોલીસ દ્વારા ક્યારે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે તે અંગે સિટી DYSP આર.આર.સિંઘાલે કહ્યું કે, જે ગુનામાં 10 વર્ષ કે તેનાથી ઉપરની સજાની જોગવાઈ હોય તેમાં 90 દિવસમાં ચાર્જશીટ કરવાની ગાઈડલાઈન હોય છે, તેને અનુસરવામાં આવશે. ટોટલી સજ્જડ પુરાવા મેળવી અને પુરાવા મળ્યા બાદ આ કેસને કોર્ટમાં રજૂ કરવા માટે ચાર્જશીટ કરવામાં આવશે અને આરોપીને સજા થાય તે માટે પોલીસ દ્વારા એક ટીમની રચના કરી સજ્જડ પુરાવા મેળવવાની કામગીરી ચાલુ છે. ‘એકબીજાને ચાહતા પણ હતા’
વનકર્મી યુવતી અને શૈલેષ ખાંભલા બન્ને કેટલા સમયથી સંપર્કમાં હતા તે અંગે જણાવ્યું કે આશરે 4 વર્ષથી આ લોકો એકબીજાના સતત કોન્ટેક્ટમાં હતા. અને એ પણ કહી શકાય કે એકબીજાને ચાહતા પણ હતા. એ ટાઈપના સીડીઆરના કોલ રેકોર્ડ પણ મળ્યા છે. ઘટનાને અંજામ આપીને નાસી જવાની વાત કે આ કેસમાં શૈલેષ ખાંભલા દ્વારા ગુમ રજીસ્ટર કર્યા બાદ પોલીસ કંઈ કરી ન શકે, લાશ ન મળી હોત અને થોડા દિવસોમાં કે મહિનામાં કેસ શાંત થઈ જવાની શક્યતા હતી. બાદમાં આ લોકો ફોરેન પણ ચાલ્યા જવાની વાત હોય શકે. એ રીતની આખી પાસપોર્ટની અને એકબીજાને સાથે જીવવાની અને સાથે રહેવાની પણ તપાસ દરમિયાન હકીકત ખૂલી છે. 4 દિવસ સુધી દંપતી વચ્ચે ખૂબ માથાકૂટો ચાલી શૈલેષ શેતાન બન્યો
શૈલેષ ખાંભલાના પરિવારમાં પત્ની નયના, પુત્ર ભવ્ય અને પુત્રી પૃથા હતાં, જોકે તેઓ સુરતમાં રહેતાં હતાં, પરંતુ બાળકો અને પત્ની દિવાળી વેકેશનમાં 27 ઓક્ટોબરના રોજ ભાવનગર ખાતે આવ્યાં હતાં. શૈલેષ ઘરમાં જેવી પત્ની અને સંતાનોની એન્ટ્રી થઈ એ સાથે નયના અને શૈલેષ વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા. 4 દિવસ સુધી દંપતી વચ્ચે ખૂબ માથાકૂટો ચાલી, જેથી શૈલેષમાં છુપાયેલા એક શેતાનનો જન્મ થઈ ગયો. તકિયાથી બેડ પર પત્નીનું મોં દબાવી દીધું, બીજા રૂમમાં પુત્ર-પુત્રીને પતાવી દીધાં
5 નવેમ્બરની સવારે બન્ને પતિ-પત્ની બેડમાં સૂતાં હતાં ત્યારે લગભગ સવારના 7 વાગ્યા હતા. આ સમયે બન્ને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો અને આ ઝઘડો એટલી હદે વધ્યો કે તેના બેડ પર પડેલા તકિયો લઈ શૈલેષે પત્ની નયનાનું મોઢું દબાવી દીધું. થોડીવારમાં જ નયના નિશ્ચેતન થઈને બેડ પર કાયમી માટે ઊઘી ગઈ. ત્યાર બાદ અલગ રૂમમાં ઊંઘી રહેલાં તેનાં પુત્ર-પુત્રીના રૂમમાં પહોંચ્યો, શૈલેષ પર હવે હેવાન સવાર થઈ ગયો હતો અને તે કંઈપણ વિચાર કરવાની ક્ષમતા ગુમાવી ચૂક્યો હતો. તેણે રૂમમાં જઈ પહેલા પુત્ર ભવ્ય(9 વર્ષ)નું મોં તકિયાથી દબાવી દીધું અને પછી દીકરી પૃથા(13 વર્ષ)નો પણ એ જ રીતે જીવ લઈ લીધો. ત્રણેયની લાશ નિકાલ કરવા પ્લાનિંગ ઘડ્યું. 8.30 વાગ્યે ખેલ પૂરો કરી દીધો
7 વાગ્યે વહાલસોયા સંતાનો અને પત્નીને પતાવી દીધાં બાદ તેણે ત્રણેયની લાશનો નિકાલ કરવાનું પ્લાનિંગ ઘડી કાઢ્યું. આ પ્લાનિંગ મુજબ તેણે અગાઉ ખાડા તો ખોદાવી જ રાખ્યા હતા, પરંતુ હવે એમાં લાશ મૂકવા અને પછી એને દાટવા માટેનો પ્લાન બનાવ્યો. શૈલેષે એક બાદ એક ત્રણેયની લાશને ક્વાર્ટરથી માત્ર 20 ફૂટના અંતરે ફોરેસ્ટના સ્ટાફ પાસે ખોદાવેલા ખાડામાં બન્નેના મૃતદેહ નાખી દીધા. હવે તેણે ઘડિયાળ તરફ નજર કરી તો તે 8.30નો સમય બતાવતી હતી. ડેડબોડી ખાડામાં નાખી દીધા બાદ માથે ગાદલું અને એક બારણું પણ નાખી દીધું. શેતાન બનેલો શૈલેષ આટલું કામ પતાવી ઘરેથી નીકળી ગયો. તે ભાવનગરમાં જ હતો, પણ ઘરે ન આવ્યો. ત્યાર પછી તે 7 નવેમ્બરે ભરતનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો, જ્યાં તેણે પત્ની, પુત્ર અને પુત્રી ગુમ થયાંની જાણવા જોગ નોંધાવી. તે 12 નવેમ્બર સુધી નોકરી પર જતો હતો અને 12 તારીખ બાદ રજા મૂકીને સુરત ગયો. પોલીસે આ જાણવા જોગના આધારે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી, જેમાં પત્ની નયનાબેન, દીકરી પૃથા તથા દીકરો ભવ્યના ફોટો-આધાર કાર્ડ વગેરે માહિતી મેળવી ભાવનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં વાયરલેસ મેસેજથી મોકલી આપવામાં આવ્યો હતો. સિક્યોરિટીએ કહ્યું, મેં તો તેમનાં પત્ની કે બાળકોને જોયાં નથી
8 નવેમ્બરના રોજ ગુમ થયેલાં નયનાબેનનો મોબાઇલ નંબરના સીડીઆર મગાવવામાં આવ્યા. આ દરમિયાન ACF શૈલેષ ખાંભલાએ ભરતનગર પોલીસ સ્ટેશન જઈને જણાવ્યું કે તેની પત્ની અને બાળકો એક રિક્ષામાં ગયાં હોવાનું સિક્યોરિટીએ જણાવ્યું હતું. ત્યાર બાદ પોલીસે સિક્યોરિટીની પૂછપરછ કરતાં બાળકો કે પત્નીને જોયાં ન હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ ફોરેસ્ટ કોલોનીમાં આવેલા ઘર બહારના સીસીટીવી, સરકારી સીસીટીવી કેમેરામાં પણ નજરે ન ચડતાં પોલીસે શૈલેષ ખાંભલા પાસે તેની પત્ની જે મોબાઈલ ઘરે મૂકી જતાં રહ્યાં હતાં એના પર આવેલા મેસેજનો સ્ક્રીનશોટ મગાવી એમાં મેસેજમાં જણાવેલી બાબત અંગે પરિવારના અન્ય સભ્યોની વધુ પૂછપરછ કરી હતી. મેસેજ ડ્રાફ્ટમાં જ પડ્યો રહ્યો ને શૈલેષનું કામ તમામ થઈ ગયું
શૈલેષે વાઈફના મોબાઈલમાંથી એક મેસેજ પણ કર્યો, જેમાં તે બીજા સાથે રહેવા માટે જાય છે એવી વાત લખી હતી, જોકે આ મેસેજ કોઈને સેન્ડ થયો નહીં, કારણ કે ફોન એરોપ્લેન મોડમાં જ હતો. આ મેસેજમાં લખેલી ભાષા તથા પત્નીના જૂના મેસેજની ભાષા સરખાવતા એ મિસમેચ આવ્યો હતો. એના આધારે પોલીસને પતિ પર શંકા પડી અને આખો કેસ ઉકેલી લીધો હતો. પોલીસે RFOને પૂછ્યું ને એક બાદ એક રહસ્યો ખૂલવા લાગ્યાં
આ સાથે જ પતિ શૈલેષ ખાંભલા શંકાના દાયરામાં આવતાં પોલીસે તેનો મોબાઈલ ટ્રેસ કરી એમાં ગુમ થયેલી તારીખથી લઈ આજ સુધીની કોલ ડિટેઇલમાં કોઈ એક વ્યક્તિ સાથે વધુ વાર વાત થયાનું જણાઈ આવતાં તે નંબરની વ્યક્તિની પોલીસે પૂછપરછ કરતાં અમિત વાણિયા હોવાનું સામે આવ્યું. તેઓ ફોરેસ્ટમાં જ આરએફઓ તરીકે ફરજ બજાવે છે અને 2 નવેમ્બરના રોજ શૈલેષ ખાંભલા દ્વારા પોતાના ઘર પાસે પાણી તેમજ કચરો ભરવા માટે ખાડાઓ કરી આપવા જણાવ્યું હતું. 2 નવેમ્બરે ખાડા કરવા સૂચના આપી, પછી માટી નખાવી
ત્યાર બાદ 15 નવેમ્બરના રોજ RFO ગિરીશ વાણિયાનું નિવેદન લેવામાં આવ્યું, જેમાં તેમણે જણાવ્યું કે શૈલેષે તેના ક્વાર્ટર પાસે 2 નવેમ્બરે માણસો અને જેસીબી દ્વારા ખાડા કરાવી આપવા સૂચના આપી. ત્યાર બાદ આ જ ખાડાને ફરી બૂરવા માટે શૈલેષે સૂચના આપી. આ સૂચનાને પગલે વનરક્ષક વિશાલ પનોતે બે ડમ્પર મોરમ (ટાશ) મગાવી ખાંભલા જ્યાં ખાડા કર્યા હતા ત્યાં ભરાવીને એ જગ્યા સમતલ કરાવી હતી. એને લઈને શૈલેષ પર શંકા પ્રબળ બની હતી. ‘ACF ખાંભલા સાહેબના કવાર્ટર પર મોરમની જરૂર છે’
આ ખાડા બાબતે વધુ તપાસ માટે 15 નવેમ્બરના રોજ વિશાલ પનોતને પોલીસે નિવેદન આપવા બોલાવ્યા, જેમાં તેમણે જણાવ્યું કે 6 નવેમ્બરે સવારના 8.35 વાગ્યે પોતાના મોબાઇલ ફોન પર RFO મિત વાણિયાએ ફોન કરી કહ્યું કે ACF ખાંભલા સાહેબના કવાર્ટર પર મોરમની જરૂર છે. બે ડમ્પરની વ્યવસ્થા કરવાની છે એમ કહેતાં કુલદીપસિંહ નામના ડમ્પરવાળાને ફોન કરી બે ડમ્પર મોકલવા જણાવ્યું હતું. આ પછી સવારે 10 વાગ્યે ડમ્પરવાળાનો ફોન આવ્યો, જેથી પોતે તથા RFO વાણિયાનો ડ્રાઇવર સંજય રાઠોડ બન્ને ફોરેસ્ટ કોલોની ખાતે ગયા અને ACF ખાંભલાને ફોન કરી ડમ્પર ક્યાં નાખવાના છે એમ પૂછતાં કહ્યું હું આવું છું. ‘તમે અહીં આવતા નહીં, મારો સાપ પર પગ દેવાઈ ગયો છે અને એ કરડી જશે’
ત્યાર બાદ થોડીવારમાં શૈલેષ ખાંભલા આવ્યો અને તેને ડમ્પર ક્યાં ખાલી કરવાનાં છે? એમ પૂછતા તેણે કહી દીધું કે આ ડમ્પર પાછળ લઇ લો, જ્યાં તેના કવાર્ટરની બાજુમાં ડમ્પરને લેવામાં આવ્યું. આ દરમિયાન શૈલેષ પણ ક્વાર્ટર પાછળ થઈને જ્યાં ડમ્પર નાખવાનાં હતાં એ ખાડા બાજુ ગયો. આ દરમિયાન વિશાલ પનોત પોતે પણ ખાડા તરફ જતા હતા ત્યારે શૈલેષે કહ્યું કે તમે અહીં આવતા નહીં, મારો સાપ પર પગ દેવાઈ ગયો છે અને એ કરડી જશે. ‘ખાડામાં રાત્રે એક રોઝડું પડી ગયું હતું એટલે મેં ગાદલું નાખ્યું’
આ ખાડા પાસે માટીનો ઢગલો પડ્યો હોવાથી વિશાલ પનોતે કહ્યું કે ડમ્પરની શું જરૂર હતી? અહીં માટી પડેલી છે એનાથી જેસીબીથી પુરાવી દેત. ત્યારે ખાંભલાએ કહ્યું કે ખાડામાં રાત્રે એક રોઝડું(નીલગાય) પડી ગયું હોવાથી એને ખાડામાંથી બહાર કાઢવા માટે મેં ગાદલું નાખી દીધું હતું અને એના સહારે રોઝડું બહાર નીકળી ગયું હતું. ત્યાર પછી જેસીબીથી ખાડાને બૂરી દેવાયો હતો. એક 6.5 ફૂટનો ખાડો અને બીજો 5.5 ફૂટનો ખાડો કરી આપ્યો
ત્યાર પછી તેમણે બે માણસો લાવી જગ્યા સમથળ કરાવી દેજો એમ કહેતાં જગ્યાને સમથળ કરાવી દીધી હતી. 16 નવેમ્બરના રોજ ગિરીશ બલદાણિયાના નિવેદન પ્રમાણે RFO વાણિયા સાહેબના કહેવાથી 2 નવેમ્બરે બપોર પછી જેસીબી લઈ ફોરેસ્ટ કોલોનીમાં એસીએફ ખાંભલાના ક્વાર્ટર પાસે તેના જણાવ્યા પ્રમાણે એક 6.5 ફૂટનો ખાડો અને બીજો 5.5 ફૂટનો ખાડો કરી આપ્યો. 6 નવેમ્બરે ખાડાઓ બૂરવા માટે વધુ મોરમ(માટી) મગાવી એને ભરી દેવાનું કહ્યું. એ બાદ મોરમ લઈને ખાડાઓ બૂરી આપ્યા હતા. ઘટનાસ્થળે ખોદકામ કર્યું ને એક બાદ એક ત્રણ લાશો નીકળી
આ માહિતી અંગે સિટી DySP આર.આર.સિંઘાલને જાણ કરવામાં આવી હતી. એમાં 16 નવેમ્બરના રોજ બે પંચો હાજર રાખી પંચરોજ કામ કરવામાં આવતા, જેની એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તથા વીડિયોગ્રાફર, આરએફઓ અમિત વાણિયાને સાથે રાખી ઘટનાસ્થળે ખોદકામ કરવામાં આવ્યું. આ દરમિયાન 3 માનવ મૃતદેહ ખાડામાંથી મળતાં એની ઓળખ પરેડ અંગે પરિવારના સભ્યોને બોલાવ્યા, જેમાં આ ત્રણેય મૃતદેહ ખાંભલા પરિવારના જણાઈ આવતાં મૃત્યુ અંગે ફરિયાદ નોંધી હતી. સ્નિફર ડોગ બેડ અને સેટી પલંગ પાસે ગયો
ત્યાર બાદ ડોગ-સ્કવોડ બોલાવી, જેથી ડોગ શૈલેશના ઘરની આજુબાજુ તથા દીવાલની આજુબાજુ અને ઘરના હોલમાં રહેલા સોફા પાસે, બેડરૂમમાં રહેલા સેટી પલંગ પાસે ગયો. ત્યાર બાદ ત્રણેય લાશનો કબજો સંભાળી સર ટી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી આપવામાં આવી. પોસ્ટમોર્ટમ બાદ રાત્રે જ અંતિમવિધિ પણ કરી દેવામાં આવી હતી. આ પણ વાંચો… ACF શૈલેષ ખાંભલાના પિતાએ વીડિયો બનાવી કડક સજાની માગ કરી, ભારે હૈયે કહ્યું- અમારા પરિવારનો માળો વિખેરાઈ ગયો