
બદલો વાળવા મનસૂબો ઘડી ખૂની ખેલ ખેલાયો : આરોપીની પત્નીને ઉઠાવીને પોતાનાં ઘરમાં બેસાડી હોવાથી યુવાને જીવ ગુમાવ્યો
જામનગર, : જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાન પર તેના પિતરાઈ ભાઈએ છરીના ચાર જેટલા ઘા ઝીંકી દઇ હત્યા નિપજાવી હોવાનો મામલો સામે આવતાં ભારે ચકચાર જાગી છે.
શંકર ટેકરી વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર જગદીશભાઈ ચાવડા નામના 28 વર્ષના યુવાન સ્કૂટર પર જઈ રહ્યો હતો ત્યારે તેના પર દિગ્વિજય પ્લોટ શેરી નાં ૫૪ના છેડે તેના જ પિતરાઈ ભાઈ એવા દિલીપ રમેશભાઈ ચાવડાએ છરીના ઉપરા છાપરી ૪ જેટલા ઘા ઝીકી દઈ હત્યા નિપજાવી હતી.
આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો.
