હાઇવે ઓથોરિટી ની બેદરકારીના કારણે યુવાન થયો ઘાયલ

પાટણ જીલ્લા ના રાધનપુર સીનાડ ગામ પાસે મસ મોટા ખાડા ના કારણે પ્રજાપતિ અશોકકુમાર માવજીભાઈ રહે રાધનપુર ઉંમર વર્ષ 44 બાઇક લઈ પોતાના ધંધા અર્થે નીકળ્યા હતા ત્યારે સવારના 09:00 વાગ્યાના સુમારે સીનાડ ગામ પાસે મસ મોટા ખાડામાં બાઈક સવાર ખાડામાં પડી જતા ગંભીર રીતે ઈજા થઈ હતી જેને તાત્કાલિક રાધનપુર ખાતે લાવવામાં આવ્યો હતો રાધનપુરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ યુવાનને ધારપુર રીફર કરવામાં આવ્યો હતો ખાડા ના કારણે વારંવાર બનતા અકસ્માત ના કારણે કેટલાક જીવો ગયા છે છતાં પણ નેશનલ હાઇવે ઓથોરિટી નું પેટનું પાણી પણ હલતું નથી વારંવાર રજૂઆત કરવા છતાં નેશનલ હાઈવેઓથોરિટી તેમની મનમાની કરી લોકોના જીવન સાથે ચેડા કરી રહી છે ત્યારે હાઇવે ઓથોરિટીને આ ખાડાઓ વિશે જાણ હોવા છતાં ઘણા સમયથી તેઓ બેદરકારી દાખવી રહ્યા છે આ યુવાન મજુરી કરી તેના અને તેના પરિવારનો ગુજરાન ચલાવવા વાળો એક જ વ્યક્તિ છે આ ખાડા ના કારણે આ યુવાનને એક મહિના સુધી ખાટલામાં રહેવું પડે તેવી હાલત થઈ છે યુવાનોના પરિવારને પૂછતા તેમને જણાવ્યું હતું કે અમારા દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેથી આવા બનાવો બનતા અટકાવી શકાય સરકારશ્રીઓ પણ આ પ્રશ્નનો સત્વરે ઉકેલ લાવવો જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે

The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!