ભારત રત્ન ભૂતપૂર્વ વડાપ્રધાન આદરણીય સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયીજી ની જન્મ શતાબ્દી નું વર્ષ નિમિત્તે તેમના સુશાસનના વારસામાં પોખરણ દ્વિતીય પ્રોજેક્ટ, કારગિલ યુદ્ધ દરમિયાન તેમનું નેતૃત્વ અને વડાપ્રધાન ગ્રામ યોજનાનો એવી અનેક મહત્વપૂર્ણ સિદ્ધિઓનો સમાવેશ થાય છે,

તો માનનીય શ્રી નરેન્દ્ર મોદીએ 25-ડિસેમ્બરનો દિવસ ભારતીય રાજકારણ તથા ભારતીય લોકો માટે સુશાસનનો અટલ દિવસ તરીકે જાહેર કરેલ છે, તો તેમના માનમાં આજ રોજ ભારતીય જનતા પાર્ટી ઊંઝા શહેર અને ઊંઝા તાલુકા દ્વારા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ કે.પટેલ સાહેબના અધ્યક્ષતા સ્થાને દર્દીઓને ફ્રુટ વિતરણ કાર્યક્રમ ઊંઝા સિવિલ હોસ્પિટલમાં રાખેલ હતો,
આ કાર્યક્રમમાં ઊંઝા શહેર પ્રમુખ સંજયભાઈ રાવળ, ઊંઝા તાલુકા પ્રમુખ હર્ષદભાઈ પટેલ, રાકેશભાઈ જે. પી., નરેશભાઈ પરમાર સહીત અન્ય હોદ્દેદારો, કોર્પોરેટરો, દરેક મોરચાના હોદ્દેદારો હાજર રહ્યા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
