સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને 1500 કરોડના NA કૌભાંડ મામલે ED દ્વારા આજે અમદાવાદ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જ્યુ. કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો. EDએ જ્યારે ચંદ્રસિંહ મોરીને કોર્ટમાં હાજર કર્યો ત્યારે તેના સંબંધીઓ તેને બચાવવા હવાતિયાં મારતા જોવા મળ્યા. કોર્ટમાં ઈડીના અધિકારી કરતાં ચંદ્રસિંહ મોરીના સંબંધીઓ વધુ જોવા મળ્યા હતા. ચંદ્રસિંહના બેડરૂમમાંથી 67 લાખની કેશ મળી હતી
23 ડિસેમ્બરે દિલ્હી ખાતે આવેલી EDની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીના રહેણાક પરિસરમાં PMLAની કલમ 17 હેઠળ હાથ ધરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન 67.50 લાખની રોકડ રકમ રિકવર કરી જપ્ત કરવામાં આવી હતી. આ રોકડ રકમ તેમના બેડરૂમમાં છુપાવેલી મળી હતી. આરોપી ચંદ્રસિંહ મોરીએ 23 ડિસેમ્બર, 2025ના રોજ PMLAની કલમ 17 હેઠળ નોંધાયેલા તેમના નિવેદનમાં સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલી રોકડ રકમ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી અથવા સાનુકૂળ નિકાલ માટે સીધી રીતે અથવા વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી માગેલી અને એકઠી કરેલી લાંચની રકમ છે. ઈડીની ટીમે ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતાં 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા, જે આજે પૂર્ણ થયા હતા. ઈડી તરફથી વધુ રિમાન્ડની માગણી ન કરતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો. તો બીજી તરફ NA કૌભાંડ મામલે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક કલેક્ટરના પીએ જયરાજસિંહ અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સામે સુરેન્દ્રનગર એસીબીમાં ઇડીએ કેસ દાખલ કર્યો છે, જેની તપાસનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે. કોર્ટમાં હાજર કરતા સમયે ચંદ્રસિંહને બચાવવા સંબંધીઓનાં હવાતિયાં
આજે ચંદ્રસિંહ મોરીને લઈને જ્યારે ઈડીની ટીમ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ પહોંચી ત્યારે ઈડીના અધિકારીઓ કરતાં તેના સંબંધીઓની સંખ્યા વધુ જોવા મળી હતી. ચંદ્રસિંહ મોરીના સંબંધીઓ તેની ઢાલ બનીને આસપાસ ફરતા જોવા મળ્યા હતા. મીડિયાએ જ્યારે ચંદ્રસિંહ મોરીને સવાલ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સંબંધીઓએ ચંદ્રસિંહને મીડિયાને દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો. ચંદ્રસિંહ મોરી પાસે જમીન NAના પાવર હતા
આ કૌભાંડ CLU(ચેન્જ ઓફ લેન્ડ યુઝ) એટલે કે હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન NA બાબતે પાવર હતા અને એનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આયોજનબદ્ધ રીતે જમીન NA કરી આપવા બાબતમાં રૂપિયા લેવામાં આવતા હતા. આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવતું હતું. અરજીના આધારે પર ચોરસમીટર મુજબ રકમ નક્કી કરવામાં આવતી હતી. વચેટિયાઓના માધ્યમથી આ રકમ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. ખંડણી અને ગેરકાયદે રીતે લાભ કરાવીને NA કૌભાંડ ચલાવાતું
સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડની મોડસઓપરેન્ડી પણ ભલભલાને ચોંકાવી દે એવી છે. જમીન NA કરાવવા મામલે EDની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફત જમીન NA કરાવવામાં આવતી હતી. આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદે રીતે લાભ કરાવીને NA કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું. આ સમાચાર પણ વાંચોઃ
એક શીટ મળી ને સુરેન્દ્રનગરનું 1500 કરોડનું કૌભાંડ ખૂલ્યું 1500 કરોડના જમીન NA (બિનખેતી) કરાવવાના કૌભાંડ મામલે EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓનાં નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ બપોરે આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઇડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયૂર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રુશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો)
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!