આ મુદ્દે રાધનપુર નગરસેવક જયાબેન ઠાકોર દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી.

રજૂઆતને પગલે આજે હવાડામાં પાણી છોડાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે જ હવાડાની અંદર લાંબા સમયથી જમા થયેલ કચરાને દૂર કરવા સેવાકીય સ્વચ્છતા અભિયાન પણ યોજાયું હતું.
આ સેવાકીય કાર્યમાં GKTS મીડિયા સેલના કિશનભાઈ ઠાકોર, જીતભાઈ ઠાકોર, ચેહરાભાઈ ભરવાડ સહિત અનેક યુવાનો જોડાયા હતા અને હવાડાની સફાઈ કરી સ્વચ્છતા માટે યોગદાન આપ્યું હતું.
નગરસેવક જયાબેન ઠાકોરે સેવાકીય કાર્યમાં જોડાયેલા તમામ યુવાનોનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે, ગૌમાતા અને સ્થાનિક રહીશો માટે મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી સૌની સંયુક્ત જવાબદારી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
