તારીખ 2 થી 4 જાન્યુઆરી દરમ્યાન પોરબંદર ખાતે ઓપન વોટર સી સ્વિમિંગની રાષ્ટ્રીય કક્ષાની દરિયાઈ તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રાણીપ સ્વિમિંગ પૂલ ખાતે નિયમિત પ્રેક્ટિસ કરતી મહિલા તરણવિરાઓએ નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે.

આ સ્પર્ધામાં જયશ્રી ઉમેશ શાહ (Above 40 કેટેગરી) એક કિલોમીટર દરિયાઈ તરણ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે હીરાબેન પ્રજાપતિએ (Above 60 કેટેગરી) દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ બંને ખેલાડીઓએ રાણીપ સ્વિમિંગ પૂલનું નામ રાષ્ટ્રીય સ્તરે ગૌરવભેર ઉજાગર કર્યું છે.

ઉપરાંત, અર્ચનાબેન, સરોજબેન અને ગીતાબેન પણ લેડીઝ કોચ લીનાબેનના માર્ગદર્શન હેઠળ આ રાષ્ટ્રીય દરિયાઈ તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે દરિયાઈ તરણ સ્પર્ધા માત્ર સ્વિમિંગ કૌશલ્યની નહીં પરંતુ હિંમત, સાહસ અને માનસિક મજબૂતીની પણ કસોટી હોય છે. ખુલ્લા દરિયામાં યોજાતી આવી સ્પર્ધાઓમાં તરંગો, પ્રવાહ, હવામાન અને અન્ય અનેક અનિશ્ચિતતાઓ ખેલાડીઓ માટે ક્ષણે ક્ષણ પડકારરૂપ બને છે. તેથી સામાન્ય સ્વિમિંગ પૂલની તુલનામાં દરિયાઈ તરણ માટે વિશેષ તૈયારી, અનુભવ અને કુશળતા જરૂરી બને છે.

રાણીપ સ્વિમિંગ પૂલની આ મહિલા તરણવિરાઓની સિદ્ધિ અન્ય ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

Mo :987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!