સુરતના હજીરા સ્થિત રમણીય સુવાલી બીચ પર પ્રવાસનને વેગ આપવા માટે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ‘સુવાલી બીચ ફેસ્ટિવલ’નો 9 જાન્યુઆરીની સાંજે અત્યંત ભવ્ય અને રંગારંગ પ્રારંભ થયો છે. સાંસદ મુકેશ દલાલ અને ધારાસભ્ય સંદિપ દેસાઈ દ્વારા આ ઉત્સવને દીપ પ્રગટાવી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આતિશબાજી કરવામાં આવી હતી. શહેરની ભાગદોડભરી જિંદગીથી દૂર, દરિયાના ઘુઘવાટ અને ઓસમાણ મીરના સૂર વચ્ચે ‘સુવાલી બીચ ફેસ્ટિવલ’નો ધમાકેદાર પ્રારંભ થયો છે. સુરતીઓ માટે આ વીકેન્ડ મનોરંજન, સાહસ અને સંસ્કૃતિનો અદભૂત સંગમ બની રહેશે. આ સ્થળ સ્થાનિકો માટે રોજગારીનું મોટું માધ્યમ બનશેઃ સાંસદ
સાંસદ મુકેશ દલાલે ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાત કુદરતી સંપત્તિથી સમૃદ્ધ છે અને સુવાલીના દરિયાકિનારાને ‘સ્ટેટ ઓફ ધ આર્ટ’ સુવિધાઓ સાથે વિકસાવવા માટે રાજ્ય સરકાર પૂરી તાકાત લગાવી રહી છે. આ સ્થળ માત્ર પ્રવાસીઓ માટે હરવા-ફરવાનું કેન્દ્ર જ નહીં, પરંતુ સ્થાનિક ગ્રામજનો માટે રોજગારીનું પણ મોટું માધ્યમ બનશે. ધારાસભ્ય સંદિપ દેસાઈએ ઉમેર્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સુરતની વધતી વસ્તીને ધ્યાને રાખીને પ્રવાસન સુવિધાઓ વધારવામાં આવી રહી છે. ફેસ્ટિવલની પ્રથમ સાંજ ગીત-સંગીતથી લથબથ રહી
પ્રખ્યાત લોકગાયક ઓસમાણ મીર અને તેમના પુત્ર આમિર મીરે સ્ટેજ પર આવતાની સાથે જ સંગીતની અદ્ભુત રમઝટ બોલાવી હતી. ખાસ કરીને સોમનાથ સ્વાભિમાન પર્વના અવસરને વધાવવા માટે ઓસમાણ મીરે જ્યારે ‘શિવ તાંડવ સ્તોત્ર’ની પ્રસ્તુતિ કરી, ત્યારે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. પિતા-પુત્રની આ જોડીએ વિવિધ લોકગીતો અને પ્રાચીન-અર્વાચીન ગીતો ગાઈને હજારોની મેદનીને મોડી રાત સુધી ઝુમાવી હતી. સુવાલી બીચના વિકાસ માટે કરોડોનો ખર્ચઃ MLA
સુવાલી બીચ પર માળખાગત સુવિધાઓના વિકાસ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા વિકાસકામોની વિગતો આપતા ધારાસભ્ય સંદિપ દેસાઈએ જણાવ્યું કે, વર્ષ 2023માં 6 કરોડ રૂપિયાના ખર્ચે બીચ તરફ જતા રસ્તાને 10 મીટર જેટલો પહોળો કરવામાં આવ્યો છે, જેથી પ્રવાસીઓને ટ્રાફિકની સમસ્યા ન નડે. આ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ દ્વારા 2.20 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક વિશ્રામગૃહના નિર્માણને પણ મંજૂરી આપવામાં આવી છે, જે ટૂંક સમયમાં સાકાર થશે. બીચથી મોરા ગામ સુધીના મુખ્ય માર્ગ પર 250 સોલાર લાઈટો નખાઈ
દરિયાકાંઠાની સુરક્ષા અને રાત્રિના પ્રકાશ માટે પણ વિશેષ આયોજન કરાયું છે. 40 લાખના ખર્ચે 100 ફૂટની ઊંચાઈ ધરાવતો હાઈમાસ્ટ ટાવર ઉભો કરાયો છે, જેમાં 400 વોટની 16 હેલોજન લાઈટો લગાવવામાં આવી છે. સુવાલી બીચથી મોરા ગામ સુધીના મુખ્ય માર્ગ પર 250 સોલાર લાઈટો પણ નાખવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે 30 લાખના ખર્ચે ખાસ પોલીસ ચોકી અને વોચ ટાવર તૈયાર કરવામાં આવ્યા છે, જેથી પ્રવાસીઓ નિર્ભય બનીને ફરી શકે. વન વિભાગ દ્વારા 4 લાખના ખર્ચે વન કુટિર બનાવાયું
વન વિભાગ અને ગ્રામ પંચાયતે પણ સુવાલીના સૌંદર્યમાં ઉમેરો કર્યો છે. વન વિભાગ દ્વારા 4 લાખના ખર્ચે વન કુટિર બનાવવામાં આવી છે, જ્યારે પંચાયત દ્વારા દરિયાકાંઠે ચઢવા-ઉતરવા માટે 15 લાખના ખર્ચે ત્રણ મજબૂત રેમ્પ તૈયાર કરાયા છે. જિલ્લા પંચાયતના 27 લાખના સહયોગથી અહીં આધુનિક શૌચાલય બ્લોક પણ બનાવવામાં આવ્યા છે, જેથી લાંબા સમય સુધી રોકાતા પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે. બીચ પર અનેક સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ
આ ફેસ્ટિવલ સાહસના શોખીનો માટે સ્વર્ગ સમાન છે. બીચ સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓમાં બીચ વોલીબોલ, દોરડા ખેંચ અને કાઈટ્સ ઉપરાંત ઊંટ સવારીની પણ મજા માણી શકાય છે. એડવેન્ચર પ્રેમીઓ માટે કમાન્ડો નેટ, બીમ બેલેન્સિંગ, બર્મા બ્રિજ, રોપ ક્લાઈમ્બિંગ અને ટાયર ક્લાઈમ્બિંગ જેવી પ્રવૃત્તિઓ ગોઠવવામાં આવી છે. આ તમામ પ્રવૃત્તિઓ નિષ્ણાતોની દેખરેખ હેઠળ કરાવવામાં આવે છે, જેમાં યુવાનો અને બાળકો હોંશે હોંશે જોડાઈ રહ્યા છે. ભાતીગળ કલાના ચાહકો માટે હસ્તકલાના ક્રાફ્ટ સ્ટોલ્સ
દિવસ દરમિયાન સહેલાણીઓ માટે વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. મહિલાઓ અને યુવતીઓ માટે મહેંદી સ્પર્ધા, સંગીત અને નૃત્યના કાર્યક્રમો યોજાય છે. તે સિવાય માટી કળા, ચિત્રકળા અને ખાસ કરીને બાળકો માટે નાની-મોટી અનેક રમતો આકર્ષણનું કેન્દ્ર બની છે. ભાતીગળ કલાના ચાહકો માટે હસ્તકલાની ચીજવસ્તુઓના ક્રાફ્ટ સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા છે, જ્યાંથી પ્રવાસીઓ શોપિંગ કરી શકે છે. સ્વાદ રસિકો માટે ખાસ ફૂડ કોર્ટ
ચટાકેદાર વાનગીઓ વગર કોઈ પણ ઉત્સવ અધૂરો હોય છે, તેથી સુવાલીમાં ખાસ ફૂડ કોર્ટ બનાવવામાં આવ્યું છે. અહીં વિવિધ પ્રકારના સ્ટોલ્સ પર સુરતીઓ દરિયાના ઠંડા પવન સાથે સ્વાદિષ્ટ ભોજનની મજા લઈ રહ્યા છે. સેલ્ફી અને ફોટોગ્રાફીના ક્રેઝને ધ્યાને રાખીને સુંદર ફોટો કોર્નર પણ તૈયાર કરાયા છે. જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી સહિતના ઉચ્ચ અધિકારીઓએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈને વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. 11 જાન્યુઆરી સુધી સુવાલી બીચ ફેસ્ટિવલ ચાલશે
મહત્વની વાત એ છે કે, સુવાલીનો વિકાસ દેવભૂમિ દ્વારકાના પ્રખ્યાત ‘શિવરાજપુર બીચ’ની તર્જ પર કરવામાં આવશે. શિવરાજપુરને ડેવલપ કરનાર આર્કિટેક્ટ ફર્મ દ્વારા સુવાલીનો સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે અને આગામી સમયમાં તબક્કાવાર આધુનિક ઢબે વિકાસ કરવામાં આવશે. 11 જાન્યુઆરી સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં હજીરાની વિવિધ કંપનીઓના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, જે સુવાલીના ઉજ્જવળ ભવિષ્યના સંકેત આપે છે.