PM મોદીએ આજે(11 જાન્યુઆરી) વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફોરન્સનો પ્રારંભ કરાવ્યો છે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છના 7 જિલ્લામાં 3,540 એકરમાં ફેલાયેલી 13 નવી GIDCની જાહેરાત કરી છે. જે જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં બનશે. રાજકોટ-મોરબી હાઇવે પર આવેલી મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકર જેટલી વિશાળ જગ્યામાં 6 એક્ઝિબિશન ડોમ અને 1 મુખ્ય ઇનોગ્રાલ હોલ તૈયાર કરવામાં આવ્યો છે. આ સમિટમાં 350 જેટલા વિદેશી ડેલિગેટ સહિત કુલ 5,000થી વધુ ઉદ્યોગકારો ભાગ લઈ રહ્યા છે, તથા રિલાયન્સ, અદાણી, ટાટા, ન્યારા જેવી અનેક કંપનીઓ પણ ઉપસ્થિત રહી મહત્વપૂર્ણ MOU કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીના 2047ના વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સરકારની એક આ નવી પહેલ છે જેના થકી વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટથી ગિરનારની ગરિમા, સોમનાથનું સત, સાવજની ડણક, સફેદ રણનું સૌંદર્ય અને હુન્નરોની હારમાળાને વૈશ્વિક ઓળખ મળશે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છનો વ્યાપ વધશે જેમાં ઉદ્યોગોની સાથેસાથે પ્રવાસન ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળે તે માટે પ્રયાસો હાથ ધરાશે. રાજકોટની અનેક કંપનીઓ છેલ્લા કેટલાક વર્ષોથી ગન બુલેટ્સ, રિવોલ્વર, રાઇફલ, બોમ્બ સેલ, હેન્ડ બોમ્બ શેલ, એરક્રાફ્ટ, એરોસ્પેસ કોમ્પોનન્ટ, ટેક્નોલોજી તથા મશિનરી બનાવી રહી છે તેને વેગ આપવા માટે ‘આત્મનિર્ભર ભારત ઇન ડિફેન્સ’ સાથે નવી દિશાને ધ્યાનમાં રાખી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં ડિફેન્સ પોલિસીમાં રાહતો સાથે એરો સ્પેસ પોલિસીની રજૂઆત થઇ શકે છે. ડિફેન્સ ઉત્પાદનોમાં ગુજરાત અને રાજકોટ મહત્વના સ્થાન તરીકે ઉભરી રહ્યું છે. આ સેગમેન્ટને વેગ આપવા માટે સમિટમાં સરેરાશ 10,000 કરોડથી વધુના MOU થાય તેવો અંદાજ છે. મોદી બોલ્યા- ગઝનીથી ઔરંગઝેબ સુધીના લોકો ઈતિહાસમાં દફન થઈ ગયા પણ સોમનાથને કોઈ હલાવી નથી શક્યું સોમનાથમાં PM મોદીએ હાથમાં ત્રિશુળ ઉપાડ્યું સોમનાથનાં એ ગૂઢ રહસ્યો, 1026નાં આક્રમણથી 2026નાં ઘમસાણ સુધી, જાણો ગૌરવગાથાનો સોનેરી અધ્યાય
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!