તારીખ 13 1 2026 ના રોજ સામાજિક ધાર્મિક અને શૈક્ષણિક તથા આરોગ્ય લક્ષી સેવાકીય કાર્યો નિસ્વાર્થ ભાવે કરતી સંસ્થા એટલે જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી, આજે શપથવિધિના પછી તરત જ પ્રથમ સેવાકિય કાર્ય બોટાદમાં આવેલ

પાળીયાદ રોડ પર કૃષ્ણધામ વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે બેસી વાતો કરી અને તહેવારમાં વડીલો માટે રસોડા માટે મસાલાઓ આપી પ્રથમ પ્રોજેક્ટ ની શરૂઆત કરેલ વૃદ્ધાશ્રમની રૂબરૂ મુલાકાત ત્યાંના વડીલો ખૂબ જ આનંદિત થયેલ ત્યારબાદ બોટાદ મોટી વાડી વિસ્તારમાં આવેલા આંગણવાડીમાં નાના ભૂલકાઓ ને ઉતરાયણનો તહેવાર ખૂબ જ ગમતો હોય છે બાળકોને ત્યારે આ તહેવારમાં બાળકોને લાડુ વિતરણ કરેલ અને બાળકોને રાજી કરેલ આંગણવાડીમાં કિશોરીઓને પણ હેલ્થ વિશે માર્ગદર્શન આપવામાં આવેલ અને આજના આ પોષણયુક્ત કેવો ખોરાક લેવો જોઈએ તેના વિશે સમજાવવામાં આવેલ આ ઋતુમાં ગોળ તથા ગોળ માંથી બનાવવામાં આવતા વિવિધ ચીકીઓ અને લાડવાનું મહત્વ સમજાવેલ અને દીકરીઓને પણ લાડુ આપેલ આમ આ બંને પ્રોજેક્ટમાં સાહેલી પ્રમુખ હેમલત્તાબેન બેલાબેન સુજાતાબેન શાહ સોનલબેન આશાબેન રાજગોર તથા નીતાબેન લાખાણી અને નાદીરાબેન રૂપાબેન શેઠ હાજર રહેલ
The Gujarat Live News અહેવાલ કનુભાઈ ખાચર
