મહેસાણા લોકસભા ક્ષેત્રના સાંસદ હરિભાઈ પટેલે ઉત્તરાયણ પર્વ (મકરસંક્રાંતિ) ની ઉજવણી ભવ્ય રીતે કરી હતી. આ પર્વની ઉજવણીમાં તેમણે વિવિધ સ્થળોએ પતંગ ચગાવી તેમજ સ્થાનિક કાર્યકર્તાઓ, નાગરિકો અને પદાધિકારીઓ સાથે ભાગ લીધો હતો.

આ કાર્યક્રમોમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. લાખવડ ખાતે નાગરિક સહકારી બેન્કના ચેરમેન રાકેશ પટેલના નિવાસસ્થાને ઉત્તરાયણની ઉજવણી યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સાંસદ હરિભાઈ પટેલે પતંગ ચગાવીને પર્વની શરૂઆત કરી હતી. ભાજપ મહામંત્રી દિપક ચૌધરી, નટુભાઈ પટેલ તથા અન્ય કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સવના આનંદમાં ભાગ લીધો હતો. ધોબીઘાટ ખાતે પણ સાંસદ હરિભાઈ પટેલે, ભાજપના પ્રદેશ ઉપાઘ્યક્ષ નટુજી ઠાકોર, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિરણસિંહ રાણા તથા અન્ય પ્રમુખ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. લાખવડ અને ધોબીઘાટ બંને સ્થળોએ સાંસદ હરિભાઈ પટેલે પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે લોકોને સાવધાનીપૂર્વક ઉત્તરાયણ ઉજવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, પતંગ ચગાવતી વખતે સુરક્ષા માપદંડોનું પાલન કરવું જોઈએ, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને સૌ ખુશીથી આ તહેવાર ઉજવી શકે. આ કાર્યક્રમો દ્વારા સાંસદ હરિભાઈ પટેલે સ્થાનિક સમુદાય સાથે જોડાણ મજબૂત કર્યું હતું અને ગુજરાતના પરંપરાગત તહેવાર ઉત્તરાયણના મહત્વને રેખાંકિત કર્યું હતું. આ ઉજવણીઓએ મહેસાણા જિલ્લામાં ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું હતું.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
