ગુજરાતમાં ધીમેધીમે ઉત્તરાયણનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં CMએ પતંગ ખેંચતા લોકોએ બૂમો પાડી હતી. તો અમિત શાહે પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં પૂજા કરી, ગૌમાતાનું પણ પૂજન કર્યું હતું. ત્યારબાદ નારણપુરા વિસ્તારમાં પરિવાર અને ભાજપ કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી હતી. આ સમયે આસપાસની ધાબા પરથી ઓ…અમિતકાકાની બૂમો સાંભળવા મળી હતી. અમિત શાહે પતંગ ચગાવતા શરૂઆતમાં બે કપાઈ ગઈ હતી. ત્રીજા પ્રયાસે અમિત શાહે પેચ લગાવી સામેની પતંગ કાપી હતી. જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પરિવાર સાથે ગૌપૂજન કરી પતંગ ચગા્વી ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી. તો રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન રામનો રોલ ભજવનાર અરુણ ગોવિલે પાલિતાણાના હણોલ ગામમાં પતંગ ચગાવી હતી. જેઓની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને કપીલ દેવ પણ હાજર રહ્યા હતા.
