પાટણ જિલ્લાની એસ.ઓ.જી. ટીમે હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન મોટી સફળતા મેળવી છે. ગેરકાયદેસર હથિયારો સામે ચાલી રહેલી કડક ઝુંબેશ હેઠળ દેશી હાથ બનાવટની બંદુક સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે.

મે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ (સરહદી રેન્જ, કચ્છ-ભુજ) તથા પોલીસ અધિક્ષકશ્રી વી.કે. નાયી સાહેબ (પાટણ) દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને એસ.ઓ.જી. પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ ટીમ સક્રિય પેટ્રોલિંગમાં હતી.

આ દરમ્યાન ખાનગી બાતમીના આધારે હારીજ તાલુકાના વાગોસણ ગામે, વાગોસણ પાટીયાથી ગામ તરફ જતા રસ્તા નજીક બાવળોની ઝાડીમાંથી એક શંકાસ્પદ ઇસમને ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી એક દેશી હાથ બનાવટની બંદુક મળી આવી હતી.

પોલીસે આરોપીને તાત્કાલિક પકડી લઈ હારીજ પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ કલમ 25(1-બી) તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે.

 આરોપીની વિગતો

નામ: સુલ્તાનભાઈ હસનભાઈ સુલ્તાનભાઈ સિંધી

સરનામું: રાધનપુર ચોકડી, લશ્કરી કુવા વિસ્તાર, મહેસાણા

 જપ્ત કરેલ મુદ્દામાલ

દેશી બનાવટની બંદુક – 1 નંગ

અંદાજિત કિંમત: રૂ. 2,500/-

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!