દાત્રાણા ગામ ખાતે તારીખ 9, 10 અને 11 જાન્યુઆરી 2026 દરમિયાન આયોજિત ચોરાડ આહીર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ – સીઝન-૨ સમાજની એકતા, સંગઠન અને ખેલભાવનાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું. ત્રણ દિવસ સુધી ચાલેલા આ ક્રિકેટ મહોત્સવમાં કુલ 16 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ટુર્નામેન્ટને યાદગાર બનાવ્યું હતું.

“રમશે આહીર, જીતશે આહીર” જેવા પ્રેરણાદાયી સૂત્ર સાથે આયોજિત આ ટુર્નામેન્ટમાં દરેક મેચ દરમિયાન ખેલાડીઓએ શિસ્ત, રમતિયાળ ભાવના અને ટીમવર્કનું સુંદર પ્રદર્શન કર્યું હતું. ટુર્નામેન્ટના પ્રારંભથી જ દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને દાત્રાણા ગામ ક્રિકેટપ્રેમીઓથી છલકાયું હતું.
ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં જામવાળા અને દાત્રાણા ટીમ વચ્ચે જોરદાર અને રસાકસી ભર્યો મુકાબલો જોવા મળ્યો હતો. બંને ટીમોએ અંત સુધી સંઘર્ષપૂર્ણ રમત રમી હતી. અંતે
🏆 જામવાળા ટીમ વિજેતા બની અને
🥈 દાત્રાણા ટીમ રનર્સઅપ રહી, જેને લઈ દર્શકોમાં ભારે ઉત્સાહ અને તાળીઓની ગુંજ સંભળાઈ હતી.
આ ભવ્ય અને સફળ આયોજન પાછળ સમસ્ત ચોરાડ આહીર સમાજ, દાત્રાણા ગામ તેમજ આયોજકશ્રીઓ વશરામ માસ્તર, બબાભાઈ, હીરાભાઈ અને વિરમભાઈનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. આયોજકોએ ટુર્નામેન્ટને શિસ્તબદ્ધ રીતે સંપન્ન કરવા માટે દિવસ-રાત મહેનત કરી હતી, જેના પરિણામે ટુર્નામેન્ટ કોઈપણ અવરોધ વિના સફળતાપૂર્વક પૂર્ણ થયું.
આ ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા સમાજના યુવાનોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ નોંધપાત્ર રીતે વધ્યો છે. સાથે જ સમગ્ર ચોરાડ આહીર સમાજને એક મંચ પર લાવવાનું ગૌરવભર્યું કાર્ય પણ આ આયોજન દ્વારા થયું છે. ટુર્નામેન્ટમાં આહીર સમાજના કુલ 20 સ્પોન્સર ભાઈઓએ સમાજની એકતા, ભાઈચારો અને સંગઠન મજબૂત બને તે હેતુથી ખ
આ પ્રસંગે દાત્રાણા ગામના સરપંચશ્રી, ગ્રામજનો, મોટી સંખ્યામાં યુવાનો તેમજ વાગડ, વઢિયાર અને ચોરાડ પંથકના આહીર સમાજના અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ આ પ્રકારના આયોજનો સમાજ માટે માર્ગદર્શક અને પ્રેરણાદાયી હોવાનું જણાવ્યું હતું.
અંતે આયોજકમંડળ દ્વારા તમામ ટીમો, ખેલાડીઓ, સ્પોન્સર ભાઈઓ અને સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવનારા સમયમાં પણ આવા સામાજિક તથા રમતગમત આધારિત આયોજનો થકી ચોરાડ આહીર સમાજની એકતા, ભાઈચારો અને ગૌરવ સતત મજબૂત બનતું રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
