આજરોજ રિજનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી શ્રી દિનેશભાઈ વોરા, મુખ્ય વક્તા શ્રી ડૉ દેવેન્દ્રભાઈ ચૌધરી , મેડિકલ કેમ્પ નાં સંયોજક શ્રીમતી યશશ્વિબેન પંડ્યા ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પ્રસંગે કેમ્પ નાં સફળ આયોજન માટે સહયોગ આપનાર જીલ્લા આરોગ્ય વિભાગ ની ડૉક્ટર મિત્રો, જનસેવા ટ્રસ્ટના ડૉક્ટર મિત્રો તથા શાખા પરિવાર ના ડૉક્ટર મિત્રો, મુખ્ય વક્તા શ્રી ડૉ દેવેન્દ્રભાઈ ચૌધરી તથા શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈ ને સ્વામી વિવેકાનંદ જી ની મોમેન્ટો શાખા નાં પ્રમુખ શ્રી દુર્ગેશભાઇ કેલા , રીજનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી શ્રી દિનેશભાઈ વોરા,મંત્રી શ્રી મુકેશભાઈ મોઢ, ખજાનચી શ્રી ભરતભાઈ પંચાલ, મહિલા સહભાગિતા શ્રીમતી નિમાબેન પંચાલ,કેમ્પ નાં સંયોજક શ્રીમતી યશશ્વિબેન પંડ્યા, બંને શાખાના પ્રાંત અધિકારી, ભૂતપૂર્વ પ્રમુખો તથા સન્માનિત સભ્યો નાં હસ્તે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા શ્રી દેવેન્દ્રભાઈ ચૌધરી સાહેબે તમામ દિકરીઓને મોબાઈલ ફોન નાં વધુ પડતાં ઉપયોગ થી થતા ગેરલાભ જણાવી તેનાં દૂષણ થી બચવા માટેના ઉપાયો જણાવ્યાં હતાં. આ કેમ્પ નાં સંયોજક શ્રીમતી યશશ્વિબેન પંડ્યા એ સૌને કેમ્પ અંગે માહિતી આપી હતી. જીલ્લા આરોગ્ય વિભાગ નાં ડૉકટરો એ આંખો, દાંત તથા અન્ય બિમારીઓ થીં બચવા માટે શું કરવું જોઈએ અને પોતાની તંદુરસ્તી સારી જળવાઈ રહે તે માટે સૂચનો કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રી યજ્ઞેશભાઇ દવે એ કર્યું હતું. અંતે શાખા નાં મંત્રી શ્રી મુકેશભા hiઈ મોઢે તમામ મહેમાનો, ડૉક્ટર મિત્રો, શાળા પરિવાર તથા શાખાના સન્માનીય ભૂતપૂર્વ પ્રમુખો અને સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રચાર સમિતિ સંયોજક ભાવેશ જોષી ના નમસ્કાર

The Gujarat Live News અહેવાલ ભુપેન્દ્ર કુમાર જોષી બનાસકાંઠા 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!