વિકસિત ભારત @2047 એ માત્ર સંકલ્પ નથી, ૧૪૦ કરોડ ભારતીયોની સામૂહિક પ્રતિબદ્ધતા છે: મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
પોલીસ દળના અશ્વ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ લોકને મંત્રમુગ્ધ કર્યા
ખાદી, કુટીર અને ગ્રામઉદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તથા પાટણ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં પાટણ જિલ્લાના સમી ખાતે ૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ભવ્ય અને ગૌરવસભર રીતે યોજાઈ હતી. આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રીએ તિરંગો ધ્વજ ફરકાવી ધ્વજને સલામી આપી હતી તેમજ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. સમારોહ દરમિયાન “જન ગણ મન” રાષ્ટ્રગાન અને “વંદેમાતરમ”ના ગાનથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ઉઠ્યું હતું.
આ ઉજવણી દરમિયાન મિલેટ ડાન્સ, પાટણ શહેરની નારી, કપૂર ગૌરમ, ડાંગી નૃત્ય, રાસ ગરવી ગુજરાત તથા દેશભક્તિ ગીતો સહિતના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં અંદાજે ૩૫૦ જેટલા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાથે સાથે જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતિ, ગ્રામ વિકાસ યોજનાઓ, પ્રાકૃતિક ખેતી, પોષણ સંદેશ, અંગદાન–જીવનદાન, માર્ગ સુરક્ષા તથા સ્પોર્ટ્સ ડે જેવી વિષયવસ્તુઓ પર આધારિત આકર્ષક ટેબલોનું પ્રદર્શન યોજાયું હતું. અશ્વ સોનાના દિલધડક દ્રશ્યોએ ઉપસ્થિત નાગરિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જિલ્લા કક્ષાએ વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગર દ્વારા સમી તાલુકાના વિકાસ માટે રૂ. ૨૫ લાખની ગ્રાન્ટનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે સંબોધન કરતા જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓને સ્મરણ કરીને ઐતિહાસિક વઢિયાર પંથક પરથી ધ્વજવંદન કરવાની તક ગૌરવસભર છે. તેમણે ૭૭મા પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ અને દુરંદેશી નેતૃત્વમાં ભારત વિશ્વમંચ પર નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. “વિકસિત ભારત @2047” એ ૧૪૦ કરોડ ભારતીયોની સામૂહિક પ્રતિબદ્ધતા છે. આત્મનિર્ભર ભારત, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને અમૃત કાળ જેવી પહેલોએ ભારતને વિશ્વની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનાવી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ અને સંવેદનશીલ નેતૃત્વમાં ગુજરાત આજે દેશનું “ગ્રોથ એન્જિન” બની ઊભર્યું છે. વિકાસ સાથે સુશાસનનું ઉત્તમ મોડેલ ગુજરાતે રજૂ કર્યું છે, જેના સ્પષ્ટ લાભ પાટણ જિલ્લાને મળી રહ્યા છે. રાણીની વાવ જેવી યુનેસ્કો વિશ્વ ધરોહર, પાટણના પટોળાંને મળેલ GI ટેગ, ચારણકા સોલાર પાર્ક, અદ્યતન એસ.ટી. બસ પોર્ટ તથા વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા જિલ્લો સર્વાંગી વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત અને પાટણ જિલ્લો સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહ્યો છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, જિલ્લા કલેકટર શ્રી તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ. પટેલ, પોલીસ અધીક્ષક શ્રી વી.કે. નાયી, પૂર્વ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર સહિતના મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

