રાધનપુરમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી: ડ્રાઇવર વગર ચાલતા સાધનોથી વાહનોને નુકસાન

રાધનપુર નગરપાલિકાની ગંભીર બેદરકારી એકવાર ફરી સામે આવી છે. નગરસેવિકા જયાબેન ઠાકોરે આક્ષેપ કરતાં જણાવ્યું કે નગરપાલિકાના નાના અને મોટા સાધનો ડ્રાઇવર વગર બેદરકારીપૂર્વક રસ્તાઓ પર ચાલતા હોવાથી નાગરિકોના વાહનોને નુકસાન પહોંચી રહ્યું છે.

નગરપાલિકાની આ બેદરકારીથી અકસ્માત સર્જાવાની શક્યતા હોવા છતાં તંત્ર આંખ મીંચીને બેઠું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. જયાબેન ઠાકોરે સ્પષ્ટ કહ્યું કે જો નગરપાલિકાના સાધનો કારણે વાહનોને નુકસાન થયું છે તો તેની જવાબદારી નગરપાલિકા તંત્રએ લેવી જોઈએ.

તેમણે સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરી દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!