ગઢડા તાલુકાની સુરકા પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાલવાટીકાથી લઈ ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.

જેમાં નૃત્ય, કોમેડી ડાન્સ ,નાટક અને વક્તવ્યો રાખવામાં આવ્યા હતા. કુલ 19 પ્રકારની કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમ પ્રારંભે શાળાના આચાર્યશ્રી ભીખાભાઈ સોલંકી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને ગામના અગ્રણી ભરતભાઈ અણધણ દ્વારા ઈનામોની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત ગામના દાતાઓ દ્વારા પણ આર્થિક સહયોગ ફાળા રૂપે આપવામાં આવ્યો હતો.સાંસ્કૃતિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના કપિલભાઈ સતાણી, ઉમેશભાઈ પટેલ,રોહિતભાઈ રાવલ, રાજેશભાઈ વેલાણી, વિજયભાઈ સાથળીયા અને અનિલભાઈ બાવળિયા તેમજ સમગ્ર શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

The Gujarat Live News 

અહેવાલ કનુભાઈ ખાચર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!