તા:26-01-2026 ના રોજ શ્રી ખોડિયાર જ્યંતી હોવાથી અનેક ધાર્મિક સ્થાનો પર સેવાકીય – ધાર્મિક પોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું હોય છે.

આ દિવસે દર વર્ષની જેમ માતાજીને અનેક પ્રકારના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો.
આજના વિશેષ દિવસ નિમિત્તે બાબીપુરા ગામના ભજન મંડળે સરસ રીતે ભક્તિભાવ સાથે ભજન – કીર્તન કરી માતાજીની ગરબા સ્વરૂપે પ્રદક્ષિણા કરી માતાજીની પ્રસન્નતા હેતુ વિશેષ ધાર્મિક આયોજન કર્યું હતું.
કાર્યક્રમના અંતે માતાજીને અનેક પ્રકારની પ્રસાદી ધરાવી હતી.
ઊંઝા તાલુકાના ઐઠોર ગામે ડેરપા વિસ્તારમા આવેલ પૌરાણિક એવા શ્રી ખોડિયાર માતાજીના મંદિરમા વર્ષોથી અખંડ જ્યોત સહીત માતાજીની સેવા – પૂજા થઇ રહી છે.
અહીં વિશેષ ઉલ્લેખનીય છે કે,ખાસ તો લક્ષ્મણભાઈ માળી ( સાહેબ ) આખી જિંદગી અહીં અનુકૂળતા મુજબ માતાજીની સેવા સાથે જીવદયાની પ્રવૃત્તિઓ કરી જે આજે પણ તેમનો પરિવાર અને સેવકો મળી ચલાવી રહ્યા છે.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
