આ અવસરે શાળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, નૃત્ય, ભાષણો તથા નાટ્ય રજૂઆત દ્વારા દેશપ્રેમની ભાવના પ્રગટ કરી હતી.

આ કાર્યક્રમ દરમિયાન ધ્વજ વંદન બલાસર ગામની દીકરી હિના જસુજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું, જે ઉપસ્થિત સૌ માટે ગૌરવની ક્ષણ બની.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને માર્ગદર્શન નવીન આચાર્ય શ્રી દશરથભાઈ હરગોવનભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું. તેમના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો.
આ પ્રસંગે કડી ખુશી મોબાઈલ ઠાકોર અમિતજી પકાજી દ્વારા તમામ બાળકોને પ્રોત્સાહન રૂપે ડઝન ફુલ સ્કેપ ચોપડા દરેક બાળકને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા તથા ઠાકોર લક્ષ્મણજી, ઠાકોર રુગનાથજી, ઠાકોર જસુજી વગેરે દ્વારા શાળાને પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી, જે બદલ બાળકોમાં ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી.
કાર્યક્રમ દરમિયાન ગણતંત્ર દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું અને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય એકતા, શિસ્ત તથા જવાબદારીની ભાવના વિકસે તેવા સંદેશાઓ આપવામાં આવ્યા. અંતે શાળાના તમામ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત મહેમાનો દ્વારા કાર્યક્રમની સર્વત્ર પ્રશંસા કરવામાં આવી.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
