આ પ્રસંગે શાળાના વિવિધ પ્રવૃતિઓમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળા તથા જીલ્લા નું નામ રોશન કરનાર ૩૧ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે વંદેમાતરમ્ ગાન ની ૧૫૦ માં વર્ષ ની ઉજવણી નાં ભાગરૂપે શાળાના ૭ વિદ્યાર્થીઓએ પૂર્ણ વંદેમાતરમ્ ગાન કર્યું હતું જેમને ઇન્કલાબ ઝીંદાબાદ પુસ્તક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આપણાં રીજનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી શ્રી દિનેશભાઈ વોરા પરિવાર દ્વારા તેમની લગ્નતિથિ (મેરેજ એનીવર્સરી) ની ઉજવણી શાળા પરિવાર નાં ૧૦૦ શિક્ષક ભાઇ-બહેનો તથા સમગ્ર સ્ટાફ નેં ભગવદ્ ગીતા પુસ્તક ભેટ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કરનાર શાળાના શ્રીમતી દિપાબેન પંચાલ નેં શાખાનાં મંત્રી શ્રી મુકેશભાઈ મોઢે રજતજયંતિ સોવીનિયર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું. આજનાં કાર્યક્રમમાં શાખાના ના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી મનોજભાઈ ઠક્કર તથા દિપકભાઈ ગુપ્તા તેમજ સભ્યો શ્રી કુલીશભાઇ જોષી, કિરીટભાઇ રાજગોર, કિરણભાઈ જોષી, ડૉ રાજ રાવલ, હાર્દિકભાઈ રાવલ, યજ્ઞેશભાઇ દવે અને મહિલા સભ્યો શ્રીમતી કલ્પનાબેન ઠક્કર અને દિપીકાબેન જોષી હાજર રહી કાર્યક્રમ નેં સફળ બનાવ્યો હતો.
પ્રચાર સમિતિ સંયોજક ભાવેશ જોષી ના નમસ્કાર…
The Gujarat Live News અહેવાલ ભુપેન્દ્ર કુમાર જોષી બનાસકાંઠા
