પાટણ જિલ્લાના વારાહી ગામમાં સંત શ્રી ભાણ સાહેબ નો 328 મો જન્મ જયંતી મહોત્સવ ઉજવવામાં આવ્યો તેમાં સુંદરકાંડ મહા આરતી અને અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી ભાણ સાહેબનું જીવન ચરિત્ર જોઈએ તો ભાણ સાહેબનો જન્મ 1698 માં લોહાણા સમાજ ના અખાણી કુળમાં ખેડા જિલ્લામાં થયો હતો તેમનું મૂળ વતન વારાહી હતું પણ ધંધાર્થી તેઓના માતા-પિતા ખેડા જિલ્લામાં ગયેલ હતા ભાણ સાહેબ સવંત 1811 માં કમીજલા ગામે જીવંત સમાધિ લીધી હતી . આજે પણ કમીજલા ગામમાં ભાણ સાહેબનું મોટું મંદિર આવેલું છે વારાહીમાં પણભાણ સાહેબનું મંદિર આવેલું છે વારાહી ખાતે આજે તેમના જન્મ જયંતી નિમિત્તે સુંદરકાંડ મહા આરતી અને વારાહીની સમસ્ત હિંદુ જનતા ને ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના અગ્રણી અને સેવાભાવી સતિષભાઈ ઠક્કર મુકેશભાઈ ઠક્કર હસુભાઈ ઠક્કર રમેશભાઈ ઠક્કર નવીનભાઈ ભોજાણી સુરેશભાઈ ઠક્કર પ્રકાશભાઈ સોની બકાભાઇ ઠક્કર તથા નામી અનામી સેવાભાવી લોકો હાજર રહ્યા હતા
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
