આજે વિશ્વકર્મા જ્યંતી નિમિત્તે ઊંઝા વિશ્વકમૉ ધામમા 22 મો પાટોત્સવ વિશ્વકર્મા પ્રગતિ મંડળ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવવામા આવ્યો.

 

જેમા ચાણસ્મા,પાટણ, મહેસાણા,કડા,ખેરવા,અમદાવાદ, તથા ગામેગામથી વિશ્વકર્મા બંધુઓ દાદાના દર્શનાથે મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા.

વિશ્વકમૉ દાદાને છપ્પન ભોગમાં 151 કરતા વધુ વાનગીનો ભવ્ય અન્નકૂટ ધરાવવામા આવ્યો હતો. જેમા સથવારા, કડિયા, લુહાર, પંચાલ, સુથાર તમામ કારીગર વર્ગ દાદાના દર્શનનો લાભ લઇ ધન્યભાગી થયા હતા.

ઊંઝા સથવારા પ્રગતિ મંડળના પ્રમુખ કલ્પેશભાઈ સથવારા, મંત્રી જીતુભાઈ કાન્તીલાલ, સહ મંત્રી જતીનભાઈ ઈશ્ર્વરલાલ, ઉપપ્રમુખ ભરતભાઇ રમણભાઈ, સહીત ટ્રસ્ટીઓ, વડીલશ્રીઓ, કારોબારી સભ્યો તથા મોટી સંખ્યામા ભાઈ-બહેનોએ દર્શનનો લાભ લીધો હતો.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!