મોંઘવારીમાં રૂ. 16 હજારના પગારમાં પરિવાર ચલાવવો મુશ્કેલ : હેમલ કારીયા
પોરબંદર સહિત રાજ્યભરના વોકેશનલ ટ્રેનરોના પગાર વધારવાની માંગને લઈને ફરી એક વખત સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. અગાઉ અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજુઆત અને ફરિયાદો કરાઈ હોવા છતાં સરકાર દ્વારા કોઈ હકારાત્મક નિર્ણય ન લેવાતા ટ્રેનરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
વોકેશનલ ટ્રેનર હેમલ તુલસીદાસ કારીયા દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે હાલ વોકેશનલ ટ્રેનરોને મહિને રૂ. 21,000 પગાર ચૂકવવામાં આવે છે, જેમાંથી ખોટી ગેરકાયદેસર રીતે ડબલ EPF અને ESIC કપાત બાદ માત્ર રૂ. 16,679 અથવા 16,885 જેટલો ઇન-હેન્ડ પગાર મળે છે. આજના મોંઘવારીના સમયમાં આટલી ઓછી આવકમાં પરિવારનું ગુજરાન ચલાવવું અશક્ય બની ગયું છે.
રજુઆતમાં માંગ કરવામાં આવી છે કે વોકેશનલ ટ્રેનરોને ઓછામાં ઓછો રૂ. 30,000 ઇન-હેન્ડ માસિક પગાર આપવામાં આવે. સાથે જ, જે ટ્રેનરો ન્યાય માટે અવાજ ઉઠાવે છે તેમને અલગ એજન્સી હેઠળ સામેલ કરવામાં આવે, ભલે તે સંખ્યા 50થી 100 જેટલી હોય. ઉપરાંત દર બે વર્ષે કુલ પગારના 10 ટકા દરે પગારવધારો કરવાની (30,000/- નેટ ઈન હેન્ડ મહિને પગાર) ના 10% દરે બે વર્ષે વધારો પણ માંગ કરવામાં આવી છે.
વર્ષ 2024-25 દરમિયાન વોકેશનલ ટ્રેનરોને મળતા પગારની સંપૂર્ણ અને પારદર્શક વિગતો જાહેર કરવાની પણ માંગ PMO પાસે online pg portal દ્વારા માગી હતી જેનો રાજ્ય સરકાર તરફથી યોગ્ય જવાબ ન મળવો બેજવાબદાર અને નૈતિક રીતે અયોગ્ય હોવાનું જણાવી, આ પ્રકારનું વલણ હવે સ્વીકાર્ય નહીં હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે કારણ કે માહિતી માગી 2024-2025 વર્ષ માટે અને માહિતી મળી 2025-2026 વર્ષ ની એ પણ અપૂરતી અને ગુમરાહ કરવા વાળી ભાષાકીય માયાજાળ નો ઉપયોગ કર્યો, જેનો ખુલાસો માગતા રાજ્ય દ્વારા એવી રીતે વર્તન કર્યું કે જાણે તેમને કોઈ ફરક નથી પડતો કે કોઈ જવાબદારીઓ કે નૈતિકતા ઈમાનદારી નો અભાવ જોવા મળ્યો, આ બાબત ગુજરાત રાજ્ય ના શિક્ષણ વિભાગ ના ભવિષ્ય માટે ખતરનાક અધોગતિ લાવનાર પરિબળ સાબિત થાય છે. આથી હવે એકદમ કઠોર આક્રમક પગલાં સમગ્ર શિક્ષા ગાંધીનગર સામે લેવામા આવે તો જ તેમને ભાન થાય કે જીવન મૂલ્ય અને નૈતિકતા શિક્ષણ મા વિકાસ માટે અનિવાર્ય છે.
આ મુદ્દે જિલ્લા, રાજ્ય તેમજ કેન્દ્ર સરકારને માધ્યમ દ્વારા માહિતગાર કરી વોકેશનલ ટ્રેનરોને યોગ્ય ન્યાય મળે તેવા તાત્કાલિક પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ વોકેશનલ એજ્યુકેશનને વધુ મજબૂત, પારદર્શક અને કૌશલ્યવર્ધક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
હેમલ તુલસીદાસ કારીયાએ જણાવ્યું હતું કે ભારતને ભવિષ્યમાં અમેરિકા, ચીન અને જાપાન જેવા વિકસિત દેશોની સાથે સ્પર્ધામાં ટકી રહેવું હોય તો વોકેશનલ એજ્યુકેશન માટે કડક અને અસરકારક પારદર્શક નીતિ અમલમાં મૂકવી અત્યંત આવશ્યક છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
