ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી (AAP)એ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની સત્તાવાર ઘોષણા કરી છે. AAP તમામ સીટો પર પોતાના ઉમેદવારો ઉતારશે. તો બીજી તરફ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે રાત્રે લગભગ 8:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને 8 માર્ચે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે યોજાનારી ‘પરિવર્તન લાવો, ખેડૂત બચાવો’ યાત્રાના સમાપન પ્રસંગે કેજરીવાલ વિશાળ જનસભાને સંબોધિત કરશે. 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ: મનોજ સોરઠીયા
પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, AAP તમામ સીટો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની તૈયારીમાં છે અને 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ તેમજ સમર્થકોને પણ ભાગ લેવાની તક આપવામાં આવશે. ’20 માર્ચ બાદ તમામ સીટો પર મજબૂત દાવેદારો ઉતારશે’
મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે, જે લોકો ઉમેદવારી કરવા માગતા હોય તેમને જિલ્લા સ્તરે યોજાનારી સ્ક્રૂટીની પ્રક્રિયામાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને AAP રાજ્યમાં એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે. 20 માર્ચ બાદ તમામ સીટો પર પાર્ટી પોતાના મજબૂત દાવેદારો ઉતારશે. અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાત પ્રવાસે
તો બીજી તરફ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે રાત્રે લગભગ 8:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. બે દિવસના ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે. પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, 8 માર્ચે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે યોજાનારી ‘પરિવર્તન લાવો, ખેડૂત બચાવો’ યાત્રાના સમાપન પ્રસંગે કેજરીવાલ વિશાળ જનસભાને સંબોધિત કરશે અને ખેડૂતોના મુદ્દે અવાજ ઉઠાવશે. 9 માર્ચે સુરતમાં ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલન
ઈસુદાન ગઢવી અને પ્રવીણ રામની આગેવાનીમાં ચાલી રહેલી આ યાત્રાને ગામે ગામથી ખેડૂતોનું સમર્થન મળ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ જનસભામાં ગુજરાતભરના ખેડૂતો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજરી આપશે તેવી શક્યતા છે. આ ઉપરાંત 9 માર્ચે સુરત ખાતે કેજરીવાલની હાજરીમાં ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલન પણ યોજાશે, જેમાં અંદાજે 20થી 25 હજાર જેટલા બૂથ લેવલના કાર્યકર્તાઓ ભાગ લેશે.

By Gujrat

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!