દિનેશભાઇના હોદ્દા, જવાબદારી, સેવા અને સફળતામાં વધુ એક પુષ્પગુચ્છ.

ઊંઝા APMC ના લોકપ્રિય, સતત બીજી ટર્મના ચેરમેન અને કર્મઠ અગ્રણી, કુશળ નેતૃત્વકારી શ્રી દિનેશભાઈ પટેલની આજ રોજ ‘શ્રી બહાર ગામ કડવા પાટીદાર પરિવાર, ઊંઝા’ ના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થઇ. આ બદલ સબંધીઓ અને હાજર સભ્યોએ અભિનંદન સહ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી તાળીઓના ગડગડાટથી દિનેશભાઇ ને વધાવી લીધા હતા.
આ પાટીદાર સમાજને હવે સંગઠન વધુ મજબૂત બનવાની સાથે-સાથે દિનેશભાઇની સેવાઓનો વધુ લાભ મળશે.
પોગ્રામ દરમ્યાન નિલેશભાઈ પટેલ, બાબુભાઇ પટેલ સહીત અન્ય પાટીદાર અગ્રણીઓ હાજર રહ્યા હતા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
