લોકસેવાના નામે ચૂંટાઈને નેતા બનનારાઓને સામી ચૂંટણીએ ગામલોકો જવાબ આપવાના મૂડમાં,,!!

અન્ય વ્યવહાર સિવાય પણ વર્ષો લાખો ભક્તો જ્યાં દર્શનાર્થે આવે છે તે માં ઉમિયાધામ, ઊંઝા, શ્રી ગણપતિ મંદિર, ઐઠોર અને શ્રી વાળીનાથ મહારાજ, તરભના મુખ્ય રસ્તા યોગ્ય લેવલિંગ વગરના હોવાથી સ્થાનિક નેતાઓની અણઆવડત અને લોકસેવાના જાહેર હિતના કામ ના કરવાની દાનત લોકમાનસમાં સ્પષ્ટ દેખાઈ આવી છે. લક્ઝરીયશ ગાડીઓમાં અવાર-નવાર આ રોડ પરથી પસાર થતા નેતાઓ કે હોદ્દેદારોની નઝરમાં આ સમસ્યા આવશે કે કેમ તે સામી ચૂંટણીએ લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે.
ન્યૂઝ પેપરો અને સોસીયલ મીડિયામાં આ સમસ્યાનો સખ્ત હોબાળો થયેલ હોવા છતાં જાડી ચામડીના-નફ્ફટ નેતાઓના પેટનું પાણી હલતું હોય તેમ લાગતું નથી.
અગાઉ આ પ્રશ્નની રજુઆત લેખિતમાં મહેસાણા કલેક્ટર સાહેબ સુધી પણ કરવામાં આવેલ છે.
તંત્ર તરફથી 2 વર્ષ પછીય કોઈ યોગ્ય જવાબી કાર્યવાહી ના થતા સ્થાનિક તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અત્રે વિશેષ ઉલ્લેખનીય છે કે,
આવતા અઠવાડિયા પછી ઊંઝા તાલુકાના ઐઠોર ગામે ઉત્તર ગુજરાતના સૌથી મોટા પરંપરાગત લોકમેળામાનો એક એવો ‘દાદાનો ભવ્ય મેળો’ યોજાવા જઇ રહ્યો છે.
ત્યાં લેવલિંગ વગરના આ રોડની કાયમી સમસ્યાનો ભોગ તંત્રના પાપે દાદાના ભક્તોએ બનવું પડશે તે સમગ્ર તંત્ર માટે શરમનો વિષય બની રહેશે.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
