નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મિત્ર મંડળ, મહેસાણા દ્વારા બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ હડાદ તાલુકાની ઉંબરા પ્રાથમિક શાળામાં તમામ કુલ 110 જેટલા બાળકોને મધ્યાહન ભોજનમાં બપોરે જમવામાં તકલીફ ના પડે તે માટે સ્ટીલની ડીશ અને બિસ્કીટના પેકેટનો નાસ્તો આપવામાં આવ્યો હતો .

આ સેવામાં મહેસાણાથી શ્રી કૌશિકભાઈ રાવલ રાજા મહાકાલ તેમજ રાકેશભાઈ પ્રજાપતિ રિહેન એચ. મહેતા વિદ્યાલય,માંકડી આચાર્યશ્રી શાળામાં ઉપસ્થિત રહ્યા હતા.
અંતરિયાળ વિસ્તારની શાળાના જરૂરિયાત મંદ બાળકો માટે સ્ટીલની ડીશ અને નાસ્તો આપવા બદલ શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ તેમજ સમગ્ર સ્ટાફે ગુરુદેવનાં આશિવૉદથી શાળાને ભેટ આપવા બદલ દાતા શ્રીઓ નો આભાર માન્યો હતો.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo: 987 986 1970
