
Bayad MLA Dhavalsinh Zala Drives ST Bus: ગુજરાતમાં નવી એસટી બસોના લોકાર્પણનો ઉત્સાહ હવે વિવાદોમાં ફેરવાઈ રહ્યો છે. જામકંડોરણા અને ગીર સોમનાથના ધારાસભ્યો બાદ હવે બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન મામલે ચર્ચામાં આવ્યા છે. નવી બસના પ્રસ્થાન સમયે ધારાસભ્યએ પોતે સ્ટેયરીંગ સંભાળીને બસ દોડાવતા તેમની સામે સવાલો ઉઠી રહ્યા છે.
લોકાર્પણના ઉત્સાહમાં ટ્રાફિક નિયમોના ઉડ્યા ધજાગરા
રાજ્ય સરકાર દ્વારા તમામ 182 ધારાસભ્યોને ફાળવવામાં આવેલી નવી બસો અંતર્ગત રવિવારે (22મી માર્ચ) બાયડ એસટી ડેપો ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
