
Mehsana Accident: મહેસાણા-રાજસ્થાન હાઈવે પર આજે (12મી મે) વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. અમદાવાદ તરફ જઈ રહેલી એક ખાનગી બસના ચાલકે ટ્રાફિકના નિયમો નેવે મૂકી રોંગ સાઈડમાં બસ હંકારી ટ્રક સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા હતી, જ્યારે 13 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડ્યા હતા.
બસ અને ટ્રકના કુરચેકુરચા ઉડ્યા
મળતી માહિતી અનુસાર, અકસ્માત એટલો જોરદાર હતો કે બસ અને ટ્રક બંનેના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
