
Fuel Crisis Hits Amreli: અમરેલી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાતાં વાહનચાલકો અને ખાસ કરીને ખેડૂતોમાં ભારે હાહાકાર મચી ગયો છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ અને અન્ય આંતરિક પરિબળોની અફવાઓ વચ્ચે જિલ્લાના સાવરકુંડલા, બાબરા અને વડીયા સહિતના વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી રહી છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે જિલ્લાના મોટાભાગના પેટ્રોલ પંપો પર ઈંધણનો જથ્થો ખૂટી પડતાં ‘નો સ્ટોક’ના બોર્ડ મારી દેવાયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
ખેડૂતોને 200 લીટર આપવાના પરિપત્ર સામે માત્ર 1 હજારનું જ ડીઝલ અપાતા હોબાળો
વડીયામાં આવેલા પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે.
