રાધનપુર શહેરમાં વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે હવે શહેરમાં આવેલ એક ખાનગી હોટલ સંચાલન અંગે પણ ચર્ચાઓ તેજ બની છે. શહેરના કેટલાક વિસ્તારોમાં એવી લોકચર્ચા ચાલી રહી છે કે “ગેલેક્ષી હોટલ”ના રૂમ્સમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચાલી રહી હોઈ શકે છે, જેને લઈને સ્થાનિકોમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.

મળતી ચર્ચાઓ મુજબ છેલ્લા કેટલાક સમયથી આ સ્થળે અજાણ્યા લોકોની અવરજવર વધી હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે. દિવસ-રાત થતી અવરજવર અને રૂમ બુકિંગ સંબંધિત ચર્ચાઓને કારણે મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હોવાનું કહેવાય છે. સાથે જ સોશિયલ મીડિયામાં કેટલાક વીડિયો અને ફોટોગ્રાફ્સ વાયરલ થયા હોવાની પણ ચર્ચાઓ સામે આવી રહી છે, જોકે તેમની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આ સમગ્ર મામલે સ્થાનિક નાગરિકોમાં વિવિધ પ્રશ્નો ઉઠી રહ્યા છે. લોકોની માંગ છે કે શહેરમાં આવેલી તમામ હોટલ, ગેસ્ટહાઉસ અને રૂમ્સ સંચાલનો અંગે પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા નિયમિત તપાસ કરવામાં આવે જેથી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે હકીકત સ્પષ્ટ થઈ શકે.
સ્થાનિકોમાં એવો મત પણ વ્યક્ત થઈ રહ્યો છે કે જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે ચર્ચાઓ ચાલી રહી હોય તો સંબંધિત તંત્ર દ્વારા તટસ્થ અને સઘન તપાસ હાથ ધરવી જરૂરી બને છે. લોકોનું માનવું છે કે સમયસર તપાસ અને જરૂરી કાર્યવાહીથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બની શકે.
લોકો ની નજર હવે પોલીસ અને પ્રશાસન દ્વારા લેવામાં આવતા આગામી પગલાં પર ટકેલી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
