વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી મારુતિધામ સોસાયટી પાસે જૂની અદાવત તેમજ પોલીસને બાતમી આપવાની શંકા રાખીને એક યુવક પર ત્રણ ઈસમો દ્વારા પથ્થર અને પટ્ટા વડે હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મિત્ર સાથે ઉભેલા યુવક પર જીવલેણ હુમલો
આ બનાવમાં શહેરના માંજલપુર વિસ્તારમાં જ્યુપિટર ચોકડી પાસે આવેલી મારુતિધામ સોસાયટીમાં રહેતા અને છૂટક મજૂરી કરતા 40 વર્ષીય નિપુલ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.જેમાં ત્રણ યુવકો તેઓની ઉપર અંગત અદાવત રાખી તૂટી પડે છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તેઓ તેઓના મિત્ર સાથે સોસાયટી નજીક નીલકંઠ જ્વેલર્સ પાસે તેમના મિત્ર સાથે ઊભા હતા. પોલીસને બાતમીની શંકા કરી માર માર્યો
તે દરમિયાન ત્યાં રહેતા ઉમેશ પાટીલ, કમલેશ પાટીલ અને રુપેષ ઉર્ફે રાહુલ શૈલેષભાઈ પાટીલ નામના ત્રણ ઈસમો ત્યાં આવ્યા હતા.કમલેશ પાટીલે નિપુલભાઈને કહ્યું કે, તું મારા વિશે ખોટી અફવાઓ કેમ ફેલાવે છે કે, હું જુગાર રમાડું છું અને તેં આ અંગે પોલીસને બાતમી કેમ આપી છે?તેમ કહી ગંદી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું.દરમ્યાન નિપુલભાઈએ ગાળો બોલવાની ના પાડતા ત્રણેય આરોપીઓ એકદમ ગુસ્સામાં આવી ગયા હતા અને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. પથ્થરથી માર મારતા યુવક લોહીલુહાણ થઈ ગયો
આ દરમિયાન ઉમેશ પાટીલે રસ્તા પરથી પથ્થર ઉપાડી નિપુલભાઈના માથા અને કપાળના ભાગે માર્યો હતો, જેના કારણે લોહીલુહાણ ઈજા થઈ હતી. જ્યારે તેના પિતા કમલેશ પાટીલે હાથમાં પટ્ટો વીંટાળીને શરીરના ભાગે આડેધડ ફટકાર્યો હતો,જેના કારણે નિપુલભાઈની ડાબી આંખમાં પણ ગંભીર ઈજા પહોંચી હતી. ત્રણેય ફરાર આરોપીઓની શોધખોળ
હુમલો કર્યા બાદ આરોપી ઉમેશ પાટીલ જતાં-જતાં નિપુલભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી નાસી છૂટ્યા હતા.આ હુમલામાં ગંભીર ઈજાઓ થતાં ભોગ બનનારને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના સંદર્ભે માંજલપુર પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.