વારાહી પોલીસે ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતેથી લગભગ દોઢ વર્ષથી ગુમ થયેલી એક મહિલાને શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે.
પાટણ જિલ્લા પોલીસ વડા અને રાધનપુર ડિવિઝનના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વારાહી પોલીસે ગુમ થયેલી મહિલાની શોધખોળ માટે સઘન તપાસ હાથ ધરી હતી. હ્યુમન સોર્સિંગ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે મહિલા ગોંડલ વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું.
નવાગામ (તા. સાંતલપુર) નિવાસી શારદાબેન શામજીભાઈ મોહનભાઈ ઠાકોર 04 જાન્યુઆરી, 2023ના રોજ ગુમ થયા હતા. વારાહી પોલીસની ટીમે સતત પ્રયાસો બાદ તેમને ગોંડલ, રાજકોટ ખાતેથી શોધી કાઢ્યા હતા.
આ કામગીરીમાં વારાહી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી. જે. સોલંકી, હેડ કોન્સ્ટેબલ કાનજીભાઈ મણિલાલભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ મહેશભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મહિલાના પરિવારજનોનું તેમની સાથે પુનર્મિલન થતાં રાહત અનુભવી હતી.
The Gujarat Live News અહેવાલ વિપુલ ચૌધરી રાધનપુર
