
Ahmedabad Municipal Corporation News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આગામી તહેવારો અંગે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં આગામી રથયાત્રા પૂર્વે 29મી જૂનના રોજ યોજાનારી જળયાત્રાને ધ્યાનમાં રાખીને 22મી જૂનના રોજ સાબરમતી નદીમાં પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, શહેરમાં ફૂટપાથ પર થતા ગેરકાયદે દબાણોને ડામવા માટે હવેથી ફૂટપાથની પહોળાઈ ઓછી રાખવાનો નિર્ણય કરાયો છે.
ફૂટપાથ પર દબાણ વધતા હવેથી સાઈઝ નાની રાખવા આદેશ
રોડની કામગીરી અંગે સ્પષ્ટતા કરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું કે, ‘ભવિષ્યમાં ખોદકામ ટાળવા માટે જ્યાં યુટિલિટી લાઈનો સાઈડમાં હશે.
