પાલનપુર બાયપાસ પ્રોજેક્ટની કામગીરી હાલ ઝડપથી આગળ વધી રહી છે. માર્ગ પર મેટલ નાંખવાની કામગીરી હાથ ધરાઈ છે અને વરસાદી પાણીના ભરાવાની સમસ્યા ટાળવા માટે રોડની બંને બાજુ પાણીનું સંતુલન જળવાઈ રહે તે હેતુથી ટોપોગ્રાફિકલ તથા લેવલ સર્વેના આધારે આશરે 70 બેલેન્સ સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવી રહ્યા છે.
પ્રોજેક્ટ હેઠળ 12 કિમી વિસ્તારમાં અંદાજે 7,000 વૃક્ષો રોપવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી ગ્રીન કવર વધશે અને પર્યાવરણને લાભ મળશે
પ્લાન્ટેશન લાઇન બાદ 1 થી 1.5 મીટર ઉંડી ઓપન ટ્રેન્ચ બનાવવામાં આવશે, જે કુદરતી ડ્રેનેજ તરીકે કાર્ય કરીને વરસાદી પાણીના નિકાલમાં મદદરૂપ બનશે.
ચોમાસા દરમિયાન પાળા ધોવાઈ ન જાય તે માટે ટર્ફીંગ પદ્ધતિ હેઠળ ઘાસ ઉગાડવામાં આવશે. જો વરસાદી મોસમમાં પાળા ધોવાઈ જાય અથવા અન્ય કોઈ ખામી સર્જાય તો તેની જાળવણી અને સુધારાની સંપૂર્ણ જવાબદારી સંબંધિત એજન્સીની રહેશે.
The Gujarat Live News અહેવાલ વિપુલ ચૌધરી રાધનપુર
