મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ આજે યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં જ ગંભીર છબરડો થયો હતો. ભાજપના મહામંત્રીએ સામાન્ય સભામાં સ્ટેજ પર બેસીને નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. જ્યારે કમિટીની નિમણૂકની વાત આવી ત્યારે મહામંત્રી ભગાજી ઠાકોર ઉભા થઈ ગયા હતા અને કમિશનર-ડેપ્યુટી કમિશનર અને વિપક્ષને સામાન્ય સભામાંથી બહાર જવાનું કહેતા હોબાળો મચી ગયો હતો. વિપક્ષના હોબાળા બાદ મહામંત્રીને ભૂલ સમજાત તેના સ્થાન પર બેસી ગયા હતા. જો કે, પ્રથમ સામાન્ય સભામાં મહેસાણા મહાનગરપાલિાકના અધિકારીઓ અને પદાધિકારીઓ સામાન્ય સભાના સંચાલનના નિયમોથી અજાણ જોવા મળ્યા હતા. મહામંત્રીએ કમિશનરને કહ્યું- ‘થોડીવાર બહાર જાવ અમે પક્ષનું કામ કરી લઈએ’
આ સામાન્ય સભા દરમિયાન સૌથી મોટો વિવાદ કમિટીઓની જાહેરાત વખતે સર્જાયો હતો. ભાજપના સંગઠનના નેતા અને મહામંત્રી ભગાજી ઠાકોર જ્યારે કમિટીઓના નામ જાહેર કરવા માટે ઊભા થયા ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. પક્ષના હોદ્દેદાર દ્વારા ચાલુ સભામાં કમિશનર સહિતના અધિકારીઓને ‘તમે થોડીવાર બહાર બાજુના ચેમ્બરમાં બેસો, અમે અમારા પક્ષના મેન્ડેટની ચર્ચા કરી લઈએ’ તેમ કહેતા જ મામલો વધુ ગરમાયો હતો. આ બાબતને લઈને ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે તીખી તું-તું..મેં-મેં થઈ હતી અને ભારે હોબાળો મચ્યો હતો. આ લોકશાહીને કલંકિત કરનારી ઘટના- વિપક્ષ
કોંગ્રેસના કોર્પોરેટર અમિત પટેલે આ ઘટના અંગે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ મહાનગરપાલિકાની સામાન્ય સભાનું બોર્ડ હતું, કોઈ રાજકીય પક્ષનો મંચ નહોતો. સભાનું સંચાલન મેયર, ડેપ્યુટી મેયર કે પક્ષના દંડક કરી શકે, પરંતુ ભાજપના સંગઠનના હોદ્દેદાર ચાલુ સભામાં કમિશનર અને અધિકારીઓને બહાર જવાનું કહે તે બિલકુલ અયોગ્ય અને લોકશાહીને કલંકિત કરનારી ઘટના છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે આવા ગંભીર કિસ્સામાં મ્યુનિસિપલ કમિશનર પણ મૂકપ્રેક્ષક બની રહ્યા હોય તેવું જણાતું હતું. વિપક્ષે આ સમગ્ર કાર્યપદ્ધતિને નિયમ વિરુદ્ધની ગણાવીને ભાજપના નેતાના રવૈયા સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો. પાર્ટીના જવાબદાર તરીકે અમારે વ્હીપ બજાવવો પડે- ભગાજી ઠાકોર
મહેસાણા ભાજપના મહામંત્રી ભગાજી ઠાકોરે સમગ્ર વિવાદ મામલે કહ્યું હતું કે, પાર્ટીના જવાબદાર મેન્ડેડ તરીકે અમારે વ્હીપ બજાવવો પડે. કોઈપણ પાર્ટી હોય મેન્ડેડ તો આપતી હોય છે. અમારે મેન્ડેડ આપીને બહાર નીકળી જવાનું હોય. પછી એના નિયુક્તિ સમયે અમારે હાજર ન રહેવાનું હોઈ.અમે મેન્ડેડ આપવા ગયા એ દરમિયાન સામે પક્ષના ચાર લોકો આ બાબતે હોબાળો કરતા હતા.આજે કમિટીઓ રચાવવાની જ હતી.હોબાળા બાદ મેં મેન્ડેડ દંડક ને આપ્યું કે ભાઈ તમે વાંચી લો.જે લોકોને પ્રસંગ બગાડવો જ છે એ લોકો એમની રીતે કરવાના જ છે. આ સમગ્ર મામલે અમે મ્યુનિસપલ કમિશનર શાલિની દુહાનનો પક્ષ જાણવા ટેલિફોનિક સંપર્ક કર્યો હતો પરંતુ, સંપર્ક થઈ શક્યો ન હતો. પ્રથમ સામાન્ય સભામાં આ કામને મંજૂરી આપવામાં આવી
મહેસાણા મહાનગરપાલિકાના કાયમી કર્મચારીઓના વેતનમાંથી 10 ટકા એન.પી.એસ. કપાત કરવાની અને રાજ્ય સરકારના નાણા વિભાગના પરિપત્ર અનુસાર લાયક કર્મચારીઓને પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ આપવાની લાંબા સમયની માંગણીઓને કમિશનરની ભલામણ બાદ સભામાં મંજૂર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, ફાયર મહેકમ અંતર્ગત ફાયરમેન કમ ડ્રાયવરની ખાલી પડેલી બે જગ્યાઓ (1-જનરલ અને 1-એસ.ટી.) પર લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની પસંદગીને પણ આખરી મંજુરી અપાઈ છે. મહાપાલિકામાં માનવતાવાદી અભિગમ દાખવતા,સેનેટરી વિભાગના ત્રણ કાયમી સફાઈ કામદારો સ્વ. કેશરબેન રમેશભાઈ મકવાણા,સ્વ. કાન્તીભાઈ કચરાભાઈ મકવાણા અને સ્વ. દિનેશભાઈ સોમાભાઈ મકવાણાના ચાલુ નોકરીએ અવસાન થવાના કિસ્સામાં, સરકારના નિયમોનુસાર તેમના વારસદારો અનુક્રમે જયેશભાઈ, વિષ્ણુભાઈ અને જીગરભાઈને રહેમરાહે નોકરી આપવાની કમિશનરની દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. શહેરના વિકાસ કાર્યોને ગતિ આપવા માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (જનભાગીદારી 70:20:10) હેઠળ ખાનગી સોસાયટીઓમાં રસ્તા, પેવરબ્લોક, સ્ટ્રીટલાઈટ, રીચાર્જ વેલ અને ભૂગર્ભ ગટરના કામોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં 10 ટકા ફાળો મ્યુનિસિપલ ફંડમાંથી અપાશે. આ યોજના હેઠળ ગરીબ અને પછાત વર્ગની સોસાયટીઓને વિશેષ રાહત આપવાનો મોટો નિર્ણય લેવાયો છે, જે અંતર્ગત 50 ટકાથી વધુ એસ.સી./એસ.ટી. વસ્તી ધરાવતી અથવા 60 ચોરસ મીટરથી નાના પ્લોટ ધરાવતી સોસાયટીઓને પછાત અને ગરીબ ગણીને તેમનો 20 ટકા ફાળો મહાનગરપાલિકા પોતાના બજેટની અનામત જોગવાઈમાંથી ભોગવશે અને આવી સોસાયટીઓએ માત્ર 10 ટકા જ લોકફાળો આપવો પડશે. આ સાથે જ, મહાનગરપાલિકાના સુચારુ વહીવટ માટે જી.પી.એમ.સી. એક્ટ 1949ની કલમ-30 અન્વયે વિવિધ વહીવટી કમિટીઓની રચના કરવાના કામનો પણ સભામાં સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી ટાઉન પ્લાનિંગ એસ્ટેટ સમિતિ
(1) ભાવનાબેન ચંદુભાઈ પટેલ- ચેરમેન
(2)રમીલાબેન નટવરભાઈ પટેલ-વાઇસ ચેરમેન
(3)ચંદ્રિકાબેન નિમેષ ભાઈ રામી- સભ્ય
(4)જલ્પાબેન મનેશભાઈ પટેલ-સભ્ય
(5)રમેશચંદ્ર પોપટલાલ ભીલ- સભ્ય મહિલા અને બાળ વિકાસ કલ્યાણ સમિતિ
(1)નયનાબેન જયેશભાઈ પ્રજાપતિ-ચેરમેન
(2)ગવતસિંહ બચુભા ઝાલા-વાઈસ ચેરમેન
(3)પ્રીયંકાબેન કનુભાઈ ચૌહાણ-સભ્ય
(4)ભારતીબેન જગદીશજી ઠાકોર-સભ્ય
(5)હેમલતાબેન અતુલભાઈ રાવલ-સભ્ય કરવેરા સમિતિ
(1)પુનમબેન આશિષભાઈ પટેલ-ચેરમેન
(2)ઋષિરાજ વિરચંદભાઈ પરમાર-વાઇસ ચેરમેન
(3)રાકેશભાઈ ભોળાભાઈ પટેલ-સભ્ય
(4)ભાવનાબેન જીતેન્દ્રભાઈ પ્રજાપતિ-સભ્ય
(5)રમેશચંદ્ર પોપટલાલ ભીલ-સભ્ય બાગાયત સમિતિ
(1)ભવાનીસિંહ રમેશચંદ્ર પ્રિન્સ-ચેરમેન
(2)હેમલતાબેન અતુલભાઈ રાવલ-વાઈસ ચેરમેન
(3)આશાબેન ભાઈલાલભાઈ પટેલ-સભ્ય
(4)ભારતીબેન પંકજભાઈ ઠાકોર-સભ્ય
(5)રમીલાબેન નટવરભાઈ પટેલ-સભ્ય જાહેર આરોગ્ય સમિતિ
(1)નીરવભાઈ શાંતિલાલ પંડ્યા-ચેરમેન
(2)હિતેશભાઈ સોમાભાઈ પટેલ-વાઈસ ચેરમેન
(3)સંગીતાબેન સંજયભાઈ પટેલ-સભ્ય
(4)હિતેશભાઈ ફુલજીભાઈ ચૌધરી-સભ્ય
(5)આશાબેન ભાઈલાલભાઈ પટેલ-સભ્ય સેનિટેશન, સુએઝ અને સ્ટ્રીટલાઈટ સમિતિ
(1)હિતેશભાઈ નાગજીભાઈ દેસાઈ-ચેરમેન
(2)રાગીણીબેન રાકેશભાઈ પટેલ-વાઈસ ચેરમેન
(3)નીલેશભાઈ રજનીકાંત હરડે-સભ્ય
(4)હંસાબેન મહેશભાઈ પટેલ-સભ્ય
(5)નિલયભાઈ વિરમભાઈ ઓઝા-સભ્ય જાહેર બાંધકામ સમિતિ
(1)નિલયભાઈ વિરમભાઇ ઓઝા-ચેરમેન
(2)દશરથભાઈ પ્રહલાદભાઈ પટેલ-વાઇસ ચેરમેન
(3)ઉષાબેન મિલનભાઈ ચૌધરી-સભ્ય
(4)ઋષિરાજ વિરચંદભાઈ પરમાર-સભ્ય
(5)પુનમબેન આશિષભાઈ પટેલ-સભ્ય વહીવટ, વાહન ફાયર, લીગલ, મટીરીયલ, મેનેજમેન્ટ અને પરચેસ સમિતિ
(1)શ્રેણિક કનુભાઈ પટેલ-ચેરમેન
(2)હસુમતીબેન સુરેશભાઈ ચૌહાણ-વાઇસ ચેરમેન
(3)અસ્મીતાબેન અલ્પેશભાઈ પટેલ-સભ્ય
(4)ગીતાબેન વિષ્ણુભાઈ ચૌધરી-સભ્ય
(5)રાગીણીબેન રાકેશભાઈ પટેલ-સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ
(1)ચંદ્રિકાબેન નીમેશભાઈ રામી-ચેરમેન
(2)ઉષાબેન મિલનભાઈ ચૌધરી-વાઇસ ચેરમેન
(3)ભાવનાબેન ચંદુભાઈ પટેલ-સભ્ય
(4)મિત્તલબેન હર્ષદભાઈ પ્રજાપતિ
(5)અસ્મિતાબેન અલ્પેશભાઈ પટેલ પર્યાવરણ, રીક્રીએશન એન્ડ કલ્ચરલ સમિતિ
(1)અશ્મીતાબેન અલ્પેશભાઈ પટેલ-ચેરમેન
(2)મેશચંદ્ર પોપટલાલ ભીલ-વાઈસ ચેરમેન
(3)કેતાબેન અલ્પેશભાઈ રાવલ-સભ્ય
(4)કપીલાબેન કિરણસિંહ ઠાકોર-સભ્ય
(5)રાગીણીબેન રાકેશભાઈ પટેલ-સભ્ય કાયદા અને નિયમોની સમિતિ
(1)વિશાલભાઈ નટુભાઈ પ્રજાપતિ-ચેરમેન
(2)સંગીતાબેન સંજયભાઈ પટેલ-વાઈસ ચેરમેન
(3)ધીરજકુમાર જયરાજ કરમચંદાણી-સભ્ય
(4)દીપાબેન હર્ષદભાઈ પટેલ-સભ્ય
(5)હેમલતાબેન અતુલભાઈ રાવલ-સભ્ય ફાયર સમિતિ
(1)ભારતીબેન પંકજભાઈ ઠાકોર-જવાબદારી
(2)દેવેશભાઈ અશોકભાઈ પટેલ-વાઈસ ચેરમેન
(3)ભાવનાબેન જીતેન્દ્રભાઈ પ્રજાપતિ-સભ્ય
(4)જીગરભાઈ ભોગીલાલ પટેલ-સભ્ય
(5)ઋષિરાજ વિરચંદભાઈ પરમાર-સભ્ય
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!