
Vadodara : વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રાજરાણી તળાવની પાળ પર ગાંજાનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે પાણીગેટ પોલીસે દરોડો પાડી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 502 ગ્રામ ગાંજો, મોબાઇલ ફોન અને રોકડ મળી રૂ.36,500નો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે રાજરાણી તળાવની પાળ પર આવેલા પતરાવાળા મકાનમાં આફતાબ ઉર્ફે લાલાબંદર મોહંમદરફીક મલેક ગાંજાનો જથ્થો સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે.
