તેમજ ગામના શૈક્ષણિક વિકાસને નવી દિશા આપનાર પ્રાથમિક શાળા ભવનના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત રાપર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ સાથે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત નવપ્રવેશી વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

આ શુભ પ્રસંગે ગામના સરપંચ શ્રી પરાક્રમસિંહજી જાડેજાએ ધારાસભ્યશ્રીને ચાંદીની તલવાર અર્પણ કરી વિશેષ સન્માન કર્યું. સાથે જ ગામના આશરે 370 જેટલા વિદ્યાર્થીઓને મફત ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું, જે શિક્ષણ પ્રત્યેની ગામની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે.
કાર્યક્રમ દરમિયાન નવપ્રવેશી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસનો મજબૂત પાયો છે અને દરેક બાળકને ગુણવત્તાસભર તથા આધુનિક શિક્ષણ ઉપલબ્ધ થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
નવી માધ્યમિક શાળા ઇમારત વિદ્યાર્થીઓને આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ પ્રદાન કરશે, જ્યારે પ્રાથમિક શાળાના નવા ભવનના નિર્માણથી ગામના નાના બાળકોને વધુ ઉત્તમ શૈક્ષણિક સુવિધાઓ પ્રાપ્ત થશે.
આંબલીયારા ગામ માટેનો આ ઐતિહાસિક દિવસ શિક્ષણક્ષેત્રે નવી સિદ્ધિઓ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું મહત્વપૂર્ણ સોપાન સાબિત થશે.
શિક્ષિત સમાજ – સમૃદ્ધ સમાજ
શાળા પ્રવેશોત્સવ 2026 📚✏️🎓
The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ
