સુરત શહેરમાં 26 જૂને મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય તે માટે શહેર પોલીસ સંપૂર્ણ સજ્જ થઈ ગઈ છે. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બને અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુથી પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં એક વિશાળ અને ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના કાફલાએ રસ્તાઓ પર ઉતરીને અસામાજિક તત્વોને કડક સંદેશ આપ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની આગેવાનીમાં 130થી વધુનો કાફલો રસ્તા પર ઉતર્યો
ઝોન-3 વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ખાસ ડ્રાઈવ સેક્ટર-1ના અધિક પોલીસ કમિશ્નર બલરામ મીણા તેમજ એડિશનલ કમિશનર ઓફ પોલીસ (ક્રાઇમ) ડો. કરણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં DCP ઝોન-3 રાઘવ જૈન, ‘ઈ’ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર આર.આર. આહીર તેમજ મહિધરપુરા, લાલગેટ અને ચોકબજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરો (PI) સહિત ઝોન વિસ્તારના અન્ય 130 જેટલા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. તાજીયા વિસર્જનના સમગ્ર રૂટની ઝીણવટભરી સમીક્ષા
સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસના આ મોટા કાફલાએ તાજીયા વિસર્જનના નક્કી કરાયેલા રૂટ પર પગપાળા કૂચ કરી હતી. આ ફૂટ પેટ્રોલિંગ મોતી ટોકીઝ ચાર રસ્તાથી શરૂ થઈને ઝાંપા બજાર ચાર રસ્તા, નવાપુરા ટાવર, રાજમાર્ગ થઈ ભાગળ ચાર રસ્તા, જૂની લાલગેટ ત્રણ રસ્તા, ફાયદાબજાર ચાર રસ્તા, ક્રાઉન ડેરી ત્રણ રસ્તા, મુગલીસરા SMC ઓફીસ અને વરીયાવી બજાર પોલીસ ચોકી થઈને હોળી બંગલા ત્રણ રસ્તા તથા હોળી બંગલા કોહીનુર એપાર્ટમેન્ટ સામે આવેલી નગર પ્રાથમિક શાળા નં.107/108 સુધી યોજાયું હતું. અધિકારીઓએ આ સમગ્ર રૂટની ભૌગોલિક સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. ગલીએ-ગલીએ પોલીસ કૂચ, અસામાજિક તત્વોને કડક ચેતવણી
સંવેદનશીલ વિસ્તારોની ગલીએ-ગલીઓમાં ભારે પોલીસ કાફલાએ કૂચ કરતા સ્થાનિક નાગરિકોમાં સુરક્ષા અને સલામતીનો મજબૂત અહેસાસ કરાવાયો હતો. ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તહેવારના નામે શાંતિ ડહોળવાનો કે કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરનાર કોઈપણ અસામાજિક તત્વોને બક્ષવામાં આવશે નહીં અને તેમની સામે કડકમાં કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. સુરત પોલીસ આગામી તહેવારોને લઈને સોશિયલ મીડિયાથી લઈ ગ્રાઉન્ડ ઝીરો અને ડ્રોન દ્વારા પણ તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે.