2025માં અમદાવાદના સાણંદ જમીન વિવાદ મામલે આરોપીઓને પોલીસ સ્ટેશનમાં માર મારવાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે, જેમાં આરોપીઓના વકીલને DYSP કેસમાંથી હટી જવા દબાણ કરતા હોવાથી હાઈકોર્ટમા વકીલ આનંદ યાજ્ઞિકે એફિડેવિટ ફાઈલ કર્યું છે. જેમાં DYSP નીલમ ગોસ્વામીએ પોતાના માનીતા ભાઈ ડાયરા કલાકાર દેવાયત ખવડ મારફતે વકીલને કેસમાંથી હટી જવા દબાણ કરાવવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. વકીલે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આ કેસમાંથી હટી જવા માટે DYSP તરફથી સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. અને DYSP નીલમ ગોસ્વામી ઉપર ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભાજપના નેતાઓનો હાથ છે. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી અને જાણીતા કલાકારનું નામ આ વિવાદમાં જોડાતાં કાનૂની અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. સાણંદમાં જમીન મામલે વિવાદ, મારામારી અને ફરિયાદ નોંધાઈ
અમદાવાદના સાણંદ GIDC પોલીસ મથકે સપ્ટેમ્બર, 2025માં ખોરજ ગામના પાંચ આરોપીઓ મહેશજી ઠાકોર, પ્રતાપજી ઠાકોર, રવિ ઠાકોર, ભોલો ઠાકોર અને અલ્કેશ ઠાકોર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે મુજબ ફરિયાદી જશુભાઈ જાદવની જમીનમાંથી તેને પૂછ્યા વગર જ આરોપી મહેશ ઠાકોરે બાવળિયા કાઢી નાખ્યા હતા. જે અંગે તેને ઠપકો આપતા આરોપીઓએ એક સંપ ભેગા થઈને ફરિયાદીને માર માર્યો હતો. જેમાં તેને કમરના ભાગે ફેક્ચર થયું હતું. તેમજ આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ સ્ટેશનમાં માર માર્યાના આક્ષેપ સાથે આરોપીઓની હાઈકોર્ટમાં અરજી
આરોપીઓ પૈકી અલ્પેશ ઠાકોર, મહેશજી ઠાકોર અને રવિ ઠાકોરે ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યના ગૃહ વિભાગ, DGP, IG અને અમદાવાદ ગ્રામ્ય SPને પક્ષકાર બનાવીને તેમની ઉપર પોલીસે અત્યાચાર આચર્યો હોવાની ફરિયાદ સાથે જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં ભરવાની માગ સાથે હાઇકોર્ટમાં એડવોકેટ આનંદ યાજ્ઞિક મારફતે અરજી દાખલ કરી હતી. જે સંદર્ભે ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ ગ્રામ્ય SPને એફિડેવિટ ફાઇલ કરવા હુકમ કર્યો હતો. પહેલાં ફરિયાદી પર અને ત્યારબાદ વકીલ પર કેસ પરત ખેંચવા દબાણ
17 જુનની મુદતમાં અરજદારના વકીલ આનંદ યાજ્ઞિક કોર્ટ સમક્ષ ઉપસ્થિત થયા હતા. જેઓએ જણાવ્યું હતું કે, અસીલની સૂચના મુજબ તેઓ આ કેસમાંથી હટી રહ્યા છે. વળી પોલીસ અધિકારીઓ વકીક યાજ્ઞિકને ફોન કરીને આ કેસ નહીં લડવા જણાવી રહ્યા છે. અસીલ દ્વારા રોકાયેલા બીજા વકીલે કોર્ટ સમક્ષ આ કેસ પરત ખેંચવા રજૂઆત કરી હતી. તેમના અસીલ કોર્ટમાં હાજર છે અને સંબંધિત પોલીસ કર્મચારીઓ પણ કોર્ટ પરિસરમાં ફરી રહ્યા છે. અમદાવાદ ગ્રામ્ય DYSP નીલમ ગોસ્વામીએ વકીલ કેસમાંથી ખસી જવા માટે સંપર્ક કર્યો હતો. જમીનની બાબતમાં અરજદારોને અરેસ્ટ કરીને પોલીસ મથકમાં માર મારવામાં આવ્યો હતો. ઠાકોર સમાજના હજારો લોકોએ તેનો વિરોધ કરીને, કેસ દાખલ કરવા તેમનો સંપર્ક કર્યો હતો. DYSP નીલમે દેવાયત ખવડ થ્રૂ વકીલને ફોન કરાવ્યો, કહ્યું- આ કેસમાંથી હટી જાજો
જો કે વકીલ આનંદ યાજ્ઞિકે આ સંબંધે વિગતવાર એફિડેવિટ ફાઇલ કરવા કોર્ટની મંજૂરી માંગી હતી. આનંદ યાજ્ઞિકે એફિડેવિટ ફાઇલ કરી દીધી છે અને આ મુદ્દે 30 જુલાઈએ વધુ સુનવણી યોજાશે. આનંદ યાજ્ઞિકે પોતાની એફિડેવિટમાં જણાવ્યું છે કે, DYSP નીલમ ગોસ્વામીએ કહેવાતા ભાઈ લોકગાયક દેવાયત ખવડ મારફતે તેમની ઉપર કેસમાંથી ખસી જવા માટે દબાણ કર્યું હતું. ‘DYSP નીલમ ગોસ્વામી ઉપર ભાજપના નેતાઓનો હાથ’
એફિડેવિટમાં વધુમાં જણાવ્યું, આ પહેલા દેવાયત ખવડ વકીલ આનંદ યાજ્ઞિકના અસીલ પણ રહી ચૂક્યા છે. DYSP નીલમ ગોસ્વામી ઉપર ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભાજપના નેતાઓનો હાથ છે. દેવાયત ખવડ ઉપરાંત પ્રવિણદાન ગઢવીએ પણ તેમને વોટ્સએપ ફોન કર્યો હતો. દેવાયત ખવડ સામે ચાંગોદર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં DYSP નીલમ ગોસ્વામીએ જ તપાસ હાથ ધરી હતી. ન્યાયિક પ્રક્રિયામાં દખલ કરવા બદલ DYSP ઉપર કન્ટેમ્પટ ઓફ કોર્ટની કાર્યવાહી હાથ ધરાવી જોઈએ. એક આરોપીને PASA અને લેન્ડ ગ્રેબિંગમાં ફસાવાની ધમકી આપી
સાણંદ પોલીસ સ્ટેશનમાં માર મારવાની ઘટનામાં મેજિસ્ટ્રેટને ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં ડોક્ટરના રિપોર્ટ બાદ DYSP અને બે પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરવા પ્રોસેસ પણ હાથ ધરવામાં આવી હતી. માર મારવામાં DYSP નીલમ ગોસ્વામી, સાણંદ GIDCના PSI અને અન્ય એક પોલીસ કર્મચારીનો સમાવેશ થાય છે. વળી ત્રીજા આરોપીને માર મારતા પોલીસ મથકમાં 108 બોલાવીને તેને દવાખાને લઈ જવો પડ્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. હવે આરોપીઓ પૈકી એક બુટલેગર છે, જેથી કેસ પાછો નહીં ખેંચે તો પોલીસ દ્વારા PASA જેવી અને લેન્ડ ગ્રેબિંગ જેવું કાર્યવાહી કરી હેરાન કરવાની ધમકી અપાઈ છે. કોર્ટે કહ્યું- આવતીકાલે બીજા કોર્ટ અધિકારીઓ સાથે પણ થઈ શકે
તેને પોલીસ મથકેથી પત્ર પણ મળ્યો છે. પહેલા તેના અસીલ ઉપર કેસ પાછો લેવા દબાણ કરાયું હવે વકીલ ઉપર કેસમાંથી ખસી જવા દબાણ કરવામાં આવી રહ્યું છે. સરકારી વકીલે કહ્યું કે જ્યાં સુધી કોર્ટ ઓફિસર ઉપર દબાણ લાવવાની વાત છે તો તેઓ પણ આ બાબતે એડવોકેટ આનંદ યાજ્ઞિક સાથે છે. કોર્ટે કહ્યું હતું કે, આજે આનંદ યાજ્ઞિક સાથે આવું થયું છે, આવતીકાલે બીજા કોર્ટ અધિકારીઓ સાથે પણ થઈ શકે. આ પણ વાંચો વિવાદ અને દેવાયત ખવડને જૂનો નાતો છે. આ પહેલાં પણ દેવાયત ખવડ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે…. દેવાયત ખવડ-મયૂરસિંહ રાણાનો વિવાદ રાજકોટના બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા પર દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખસ ધોકા-પાઇપ લઈ તૂટી પડ્યો હતો. પોલીસ આવવાના ભણકારા વાગતાં જ દેવાયત ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. 10મા દિવસે દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયો હતો. દેવાયત અને મયૂરસિંહનો વચ્ચેનો ઝઘડો જૂનો છે. અદાંજે નવેમ્બર-2021માં મયૂરસિંહ રાણા તેમના કૌટુંબિક મામાના ઘરે બેસવા ગયા હતા ત્યારે દેવાયત ખવડ સાથે કાર પાર્કિંગ બાબતે ઝઘડો થયો હતો, જોકે જે-તે સમયે પોલીસ દ્વારા આ સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો હતો અને સમાજના મોભીઓએ બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સાથે વિવાદ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ અને દેવાયત ખવડ વચ્ચે સોશિયલ મીડિયા પર જંગ જામ્યો હતો. વિવાદ ગુજરાતી સોશિયલ મીડિયા પર ભારે ટ્રેન્ડમાં રહ્યો હતો. આખરે બંનેએ સમાધાન કરી લીધું હતું. ઘટનાસ્થળ નજીક CCTVમાં કાળા રંગની એક ફોર્ચ્યુનર અને એક ક્રેટા કાર તલાલા બાજુ જતી જોવા મળી હતી. બ્રિજરાજદાન ગઢવી સાથે વિવાદ રૂપલમાં એક ડાયરામાં લોકકલાકાર બ્રિજરાજદાન ઈસરદાન ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘જે દિવસે આ બ્રિજરાજદાનને માફીનો વીડિયો બનાવવો પડે એ દિવસથી બ્રિજરાજદાન ક્યારેય સ્ટેજ પર નહીં ચઢે, હું ઈસરદાનનું લોહી છું સાહેબ. કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઊતરીને માફી માગી લે છે.’ એ અંગેનો વીડિયો વાઇરલ થયા બાદ દેવાયત ખવડે વળતો જવાબ આપતાં કહ્યું હતું કે ‘મર્દાનગી અને લોહીના પુરાવા ન આપવાના હોય. કોનું લોહી છે એના પુરાવા માઇકાંગલાઓએ આપવા પડે. લોકો મોઢામાં આંગળાં નાખીને બોલાવે છે એટલે જીભ લપસી જાય છે.’ બાદમાં મઢડા સોનલધામ ધર્મ સ્થાનક બંને કલાકારો વચ્ચે સમાધાનનું માધ્યમ બન્યું હતું આ પણ વાંચો: દેવાયત ખવડે ‘પૂજા પંડ્યા’ બનીને મેસેજ કર્યા? FSLની ટીમે પુરાવા ભેગા કર્યા સરદાર પટેલ વિશે અપમાનજનક બોલી વિવાદમાં આવ્યા દેવાયત ખવડે સરદાર વલ્લભભાઈ પટેલના પિતાનું નામ લઈને અપમાન કર્યું હતું. વીડિયો વાઇરલ થયા પછી લોકો પણ ભારે ગુસ્સે ભરાઈ ગયા હતા. આ નિવેદન પછી માત્ર પટેલ સમાજ નહીં, પરંતુ અનેક સમાજના લોકોએ દેવાયત ખવડના નિવેદનનો વિરોધ કર્યો હતો. રાજકોટમાં બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા ઉપર દેવાયત ખવડે ધોકા-પાઇપથી હુમલો કર્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પૂર્વ CM રૂપાણીના વાઇરલ વીડિયોની ઉડાવી હતી મજાક થોડો સમય પહેલાં પૂર્વ CM વિજય રૂપાણીનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં ‘ફ્રાય ફ્રેંચી’ શબ્દ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. એ સમયે દેવાયત ખવડે સોશિયલ મીડિયામાં એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કટાક્ષ કરતા કહેતા હતા કે ‘અમને તો એમ હતું કે જમી લીધું હશે, તમે બાકી હોય તો હાલોને ફ્રાય ફ્રેંચી ખવડાવું.’ આ પણ વાંચો: દેવાયત ખવડનો તાલાલામાં ધ્રુવરાજસિંહ પર હુમલો, બંદૂક બતાવી માર માર્યો

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!