અમદાવાદ જિલ્લાના વાંચ ગામ પાસે સ્વામિનારાયણ મંદિર નજીક વહેલી સવારે ગેસ એજન્સીના કર્મચારી સાથે લૂંટનો બનાવ બન્યો છે. બાઈક અને એક્ટિવા ઉપર આવેલા 4 અજાણ્યા શખસોએ ગેસ એજન્સીના કર્મચારી ઉપર હુમલો કરી દીધો હતો. જે હુમલામાં કર્મચારી લોહીલુહાણ થઈ ગયા હતા. જો કે ગેસ એજન્સીના કર્મચારીએ બુમાબુમ અને પ્રતિકાર કરતા પૈસા લૂંટવાની જગ્યાએ સોનાનો દોરો લૂંટી અજાણ્યા શખસો ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત ગેસ એજન્સીના કર્મચારીને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વિવેકાનંદ નગર પોલીસ દ્વારા હાલમાં એલજી હોસ્પિટલમાં કર્મચારી પાસેથી ફરિયાદ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પૈસાનો થેલો લઈને જતા કર્મચારીને 4 શખસે ઘેરી લીધા
મળતી માહિતી મુજબ અમદાવાદ જિલ્લાના વાંચ ગામ પાસે સ્વામિનારાયણ મંદિર નજીકના ગેસ એજન્સીનું ગોડાઉન આવેલું છે. ગેસ એજન્સીનો કર્મચારી આજે સવારે એજન્સીમાંથી પૈસા લઈને કાચા અવાવરું રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાનમાં એજન્સીથી થોડા આગળ રોડ ઉપર પહોંચતા બાઈક અને એક્ટિવા ઉપર આવેલા 4 શખસોએ તેને ઘેરી લીધો હતો અને તેની સાથે ઝપાઝપી કરી હતી. એટલું જ નહીં હુમલો કરી પૈસાનો થેલો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. શખસોએ હુમલો કરતા કર્મચારીનો પ્રતિકાર
જો કે એજન્સીના કર્મચારીએ પ્રતિકાર કર્યો હતો અને હાથમાં થેલો પકડી રાખ્યો હતો. ત્યારે લૂંટારૂઓના હુમલામાં લોહીલુહાણ થઈ ગયા હતા. ઝપાઝપી થઈ હોવાથી આસપાસના લોકો અવાજ સાંભળીને દોડી આવ્યા હતા. જેથી પકડાઈ જવાના ડરે ચારેય શખસો પૈસાની જગ્યાએ સોનાનો દોરો ખેંચી અને લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં કર્મચારી હોસ્પિટલ ખસેડાયો
ઝપાઝપી અને હુમલામાં ગેસ એજન્સીના કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેમને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા વિવેકાનંદ નગર પોલીસની ટીમ એલજી હોસ્પિટલ ખાતે પહોંચી હતી. હાલમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની કાર્યવાહી અને અલગ અલગ સ્થળો પર ટીમો મોકલી અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ પણ વાંચો: અમદાવાદમાં ભાજપના ખેસવાળી કારમાંથી ₹50 લાખની ઉઠાંતરી 27 જૂન, 2026ના દિવસે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા એડીસી બેંકની સામે ગાડીમાંથી નજર ચૂકવી અને રૂપિયા 50 લાખની ઉઠાંતરીનો બનાવ સામે આવ્યો હતો. બાઈક સવાર હેલમેટ પહેરેલા બે શખસ રૂપિયાની બેગ લઈ છૂમંતર થઈ ગયા હતા. જે કારમાંથી ₹50 લાખ રુપિયાની ઉઠાંતરી કરવામાં આવી તેમાંથી ભાજપનો ખેસ અને ખોડલધામ અમદાવાદ લખેલો ખેસ મળી આવ્યો હતો.વાંચો સંપૂર્ણ સમાચાર

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!