પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ગામમાં જાહેર માર્ગો પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા સ્થાનિક તંત્ર દ્વારા વ્યાપક ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાઈવેથી મેઈન બજાર સુધી ચાલેલી આ કાર્યવાહીમાં JCB મશીનની મદદથી માર્ગમાં અવરોધરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તંત્રની ટીમે જાહેર માર્ગને ખુલ્લો અને અવરજવર માટે સુલભ બનાવવા દબાણો દૂર કર્યા હતા.

ડિમોલિશન દરમિયાન કેટલાક વેપારીઓ અને સ્થાનિકોમાં ચર્ચા જોવા મળી હતી, જોકે તંત્રએ સ્પષ્ટ કર્યું હતું કે જાહેર હિત, સરળ વાહન વ્યવહાર અને નાગરિકોને સુવિધા મળે તે હેતુથી નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

તંત્રના જણાવ્યા અનુસાર જાહેર માર્ગો પર ગેરકાયદેસર દબાણો સહન કરવામાં આવશે નહીં અને જ્યાં જરૂર પડશે ત્યાં નિયમ મુજબ આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે. જાહેર માર્ગો ખુલ્લા રહે અને શહેરમાં ટ્રાફિક વ્યવસ્થિત રીતે ચાલે તે માટે તંત્ર પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવાયું છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!